દિવાળીનો તહેવાર આવતાની સાથે શહેરો અવનવી લાઇટથી ચમકવા લાગે છે અને ઇમારતોને રંગબેરંગી સીરિઝનો શણગાર કરવામાં આવે છે. ત્યારે દિવાળી પહેલા જ નર્મદાની કેવડીયા કોલોની દુલ્હનની જેમ સજાવાઇ છે.
- Advertisement -
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ આપણા ગુજરાતમાં કરવામાં કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દેશ દુનિયાના પ્રવાસીઓ ગુજરાત આવે છે અને આ પ્રવાસીઓને ધ્યાનમાં રાખી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિવાળીનો તહેવાર આવતાની સાથે શહેરો અવનવી લાઇટથી ચમકવા લાગે છે, એવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લાઇટિંગ કરવામાં આવી છે અને નર્મદાની કેવડીયા કોલોની દુલ્હનની જેમ સજાવાઇ છે. આ સાથે જ દિવાળી પહેલાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતું કેવડિયા દિવાળી પહેલાં જ દૈદિપ્યમાન બની ગયું છે. આ સાથે જ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, સર્કિટ હાઉસ સહિતની ઇમારતોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે કેવડિયામાં રોજના 10 હજાર કરતાં વધારે વધારે પ્રવાસીઓ આવી રહ્યા છે, એવામાં દિવાળી પહેલા કેવડિયાને દુલ્હન ની જેમ સજાવામાં આવ્યું છે. આ વર્ષે દિવાળી અને એકતા દિવસ એક જ દિવસ એટલે કે 31 ઓક્ટોબરે છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસની પણ ધામધૂમથી ઉજવણી થશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ SOUની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને જોતા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરના પ્રવાસીઓમાં SOU હોટ ફેવરિટ બની રહ્યુ છે અને આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ ધસારો વધુ જોવા મળી શકે છે.
- Advertisement -