ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે 3 થી 6 માહિનામાં વીજ જોડાણ મળે છે
રાજ્યનું વીજ ક્ષેત્રે માથા દીઠ વપરાશ બે ગણાથી વધુનો વધારો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજે ઉર્જા મંત્રી ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે તે જ બતાવે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ઉદ્યોગોનનો વિકાસ ,ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણ માં થયો છે. તે રાજ્યની પ્રગતિનો આંક દર્શાવે છે. વીજ વપરાશ માં અનેક ઘણો વધારો થયો છે આમ છતાં દરેકને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 2002 માં રાજ્યની મહત્તમ વીજમાં 7743 મેગાવોટ હતી જે વર્ષ 2023 માં વધીને 24544 મેગાવટ થઈ છે.
વિધાનસભા ગૃહમાં અદાણી પાવર લિમિટેડ સાથે 2007માં થયેલ બીડ સહિત વીજ ખરીદી અંગેના પ્રશ્નોનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે એટલે કે ઓછા ભાવ મુજબ પ્રયોરીટી. હોય છે. વીજ ખરીદીને આ પ્રક્રિયામાં ૠજઊઈક રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી કંપનીઓ, આયાત, તેમજ બિન પરંપરાગત સ્ત્રોતો મારફત વીજળી ખરીદી કરવામાં આવે છે.
આ સાથે જ ઉર્જા મંત્રીએ ખાનગી પ્રોજેક્ટમાંથી વીજ ખરીદી કરવાના કારણોની વિગતો આપતા કહ્યું કે, વર્ષ 2002માં રાજ્યની મહતમ વીજ માંગ 7743 મે.વો હતી જે વર્ષ 2023માં વધીને 24544 મે.વો. થઈ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યની મહતમ વીજ માંગમાં 3 ગણો વધારો થયેલ છે જે વીજ ક્ષેત્રની સાથે સાથે સમગ્ર રાજ્યની પ્રગતિ દર્શાવે છે. અગાઉ ખેતીવાડી વીજ જોડાણો માટે ખેડૂતોને 15 વર્ષ જેટલી રાહ જોવી પડતી હતી અને લાંબુ વેઇટિંગ હતું જ્યારે હાલમાં ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે 3 થી 6 માહિનામાં વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે.
જેના સાથે જ ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી તેમજ શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો (ઊફતય જ્ઞર કશદશક્ષલ) થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2003 માં 953 યુનિટ હતું જે વર્ષ 2013માં માથા દીઠ વપરાશ 1800 યુનિટ થયું હતું અને આજે 2023માં બે ગણાથી વધુના વધારા સાથે 2402 યુનિટ થયું છે એટલુ જ નહીં પરંતુ સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ (1255 યુનિટ) કરતાં લગભગ બમણું છે.