સંમેલન: ગુજરાત વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ (બાવા વૈરાગી) સાર્વજનિક ટ્રસ્ટના બની બેઠેલા ટ્રસ્ટી વિરૂદ્ધ સમાજનો ઠરાવ
હમારા નેતા કૈસા હો, ચેતન ગોંડલિયા જૈસા હો
- Advertisement -
મહાસંમેલનમાં સમાજના 1500થી વધુ લોકો હાજર રહ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 21-9-2025 ને રવિવારના રોજ નાગર બોર્ડિંગ ટાગોર રોડ, રાજકોટ ખાતે શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. આ જાહેર સભા બોલાવનાર જીજ્ઞેશભાઈ આત્મારામભાઈ ગોંડલીયા તથા અધ્યક્ષસ્થાને ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ ગોંડલીયા રહેલ અને આ મહાસંમેલનમાં મુખ્ય આમંત્રિત મહેમાન પૂજ્ય ભક્તિરામબાપુ માનવ મંદિર સાવરકુંડલા તેમજ ખાંભા સાધુ સમાજ પ્રમુખ મહેન્દ્રભાઈ હરીયાણી, સાધુ સમાજ અગ્રણી જસદણ મયારામબાપુ ગોંડલીયા, સાધુ સમાજ અગ્રણી ધારી અશ્ર્વિનભાઈ રામસ્નેહી, ચોટીલા તાલુકા ભાજપ યુવા મહામંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સાધુ સમાજ અગ્રણી ફાટડી મયારામભાઈ ગોંડલીયા, સાધુ સમાજ અગ્રણી બોટાદ મહેશભાઈ ગોંડલીયા, જામનગર સાધુ સમાજ પ્રમુખ દિલીપભાઈ કાપડી, વેરાવળ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણીયા, સાધુ સમાજ અગ્રણી કોડીનાર પ્રફુલભાઈ હરીહર, સાધુ સમાજ અગ્રણી જૂનાગઢ દેવભાઈ દાણીધારીયા, ગોંડલ સાધુ સમાજ અગ્રણી વિશાલભાઈ ગોંડલીયા તથા ગામ, તાલુકા, જિલ્લાઓથી પધાર્યા અને જ્ઞાતિજનોની હાજરીમાં સીતારામ છાત્રાલય બચાવો અભિયાનમાં સર્વાનુમત્તે રાજકોટ સાધુ સમાજ અગ્રણી ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ ગોંડલીયાને સીતારામ છાત્રાલય બચાવો અભિયાનમાં સાથ સહકાર આપવા ઠરાવ પસાર કરેલ. જેમાં છાત્રાલયમાં ચાલતા ગેરવહીવટ સામે કાયદાકીય કાર્યવાહી કરવા તથા ચેરિટી કમિશનરની અંદર સાધુ સમાજ વતી કાર્યવાહી કરવા તથા સીતારામ છાત્રાલયમાં સુસંચાલન માટે સાધુ સમાજે તેમની નિમણુંક કરી છે જે ઠરાવ મુજબ છે. આ કાર્યક્રમની અંદર છાત્રાલયમાં રહી અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલમાં રહેતા વિદ્યાર્થીઓએ પોતાની વેદના સમાજ સામે રજૂ કરી હતી. હાલના વિદ્યાર્થીઓએ પણ સીતારામ છાત્રાલયમાં ગેરવહીવટ ચાલતો હોય અને અવ્યવસ્થાથી પડતી મુશ્કેલીઓની વેદનાભરી વાત રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સમાજના 1200થી 1500 વ્યક્તિઓ હાજર રહ્યા હતા.



