અદ્યતન સુવિધા સાથે સખી મેળાના વકરાએ પણ ખાનગી એક્ઝીબિશનને ટક્કર મારી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ખાતે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી સખી મંડળની બહેનોએ સ્ટોલ રાખી વિવિધ વસ્તુઓનું વેચાણ કર્યુંહતું.મહિલાઓએ કરેલા વેચાણ પરથી તેમણે સાબિત કરી દિધું છે કે,નારી શક્તિ ધારે તે કરી શકે છે. બસ તેને યોગ્ય માર્ગદર્શન અને સહકાર મળવો જોઈએ. મોરબી ખાતે આયોજિત આ મેળામાં બહેનોએ 1.30 કરોડથી વધુની વસ્તુઓનું વેચાણ કર્યું છે. આસરસમેળામાં ખાનગી એક્ઝીબિશન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી અને વેચાણ પણ એક્ઝીબિશનને ટક્કર મારે એવું થયું છે.
- Advertisement -
ઉપરાંત આ મેળામાં ભાગ લેનાર બહેનો માટે રહેવા-જમવા તેમજ ટ્રાન્સપોર્ટની પણ નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મેળામાં સમગ્રરાજ્યમાંથી અલગ-અલગ ગામની 75 સ્વ-સહાય જૂથની બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા બનાવાયેલ કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને આજીવિકાની ઉત્તમ તક સાથે ગ્રાહકોને પણ અવનવી વસ્તુ ખરીદવાની ઉતમ તક પણ આ મેળામાં મળી હતી. આ સરસ મેળામાં હેન્ડલુમ, હેન્ડીકાફ્ટ, ફૂડ પ્રોડક્ટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, નાઇટ લેમ્પ, દોરી વર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું બહેનો/કારીગરો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવ્યું હતું. આ મેળામાં આવનાર તમામ સ્વ-સહાય જૂથની બહેનો/કારીગરોને રહેવા તેમજ જમવાની માટેની તમામ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે.