1962માં કોલ કરતા પશુપાલકોને ડોકટર અવેલબલ નથી એવો જવાબ આપી દેવાય છે.!
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર તેમજ પીઠડીયા, કાગવડ, રબારીકા અને જેપુર એમ પાંચ ગામના પશુપાલકોને મફત અને નિ:શુલ્ક આ સેવાનો લાભ મેળવવા માટે સરકારના પશુપાલન વિભાગ દ્વારા હેડ ક્વાટર વીરપુર પશુ દવાખાને કેન્દ્ર સરકારના સહયોગ થી એમ.વિ.ડી.મોબાઈલ વેટનરી યુનિટ પશુપાલન ખાતાની 1962 ની સર્વિસ એમ્બ્યુલન્સની સેવા વિરપુર ખાતે એક વર્ષ પૂર્વે ચાલુ થયેલ હતી, વિરપુર ગ્રામપંચાયતના મુખ્ય મથક ખાતે પશુઓની સારવાર માટે ઊખછઈં ૠયિયક્ષ ઇંયફહવિં જયદિશભયત દ્વારા સંચાલિત વીરપુર, પીઠડીયા, કાગવડ રબારીકા અને જેપુર એમ પાંચ ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાના (ખટઞ)ની સેવા પશુપાલકો માટે શરૂ કરવામાં આવી હતી.
પરંતુ આ 1962 ની સેવાની એમ્બ્યુલન્સ છેલ્લા કેટલાક સમયથી વીરપુરમાં બંધ હાલતમાં છે, આ પંથકના પશુપાલકો પોતાના બીમાર પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગની 1962 એમ્બ્યુલન્સની સેવા માટે કોલ કરે તો સામેથી આપના વિસ્તારમાં પશુ ડોકટર નથી એવો જવાબ પશુપાલકોને ધાબડી દેવામાં આવે છે, અંતે પશુપાલકોને ના છૂટકે પ્રાઈવેટ પશુ ડોકટરને બોલાવી ખર્ચ કરીને પોતાના બીમાર પશુઓની સારવાર કરાવવી પડે છે જેમને લઈને વીરપુર પંથકમાં પશુપાલન વિભાગની 1962 એમ્બ્યુલન્સ સેવા સત્વરે શરૂ થાય તેવી પશુપાલકોમાં માંગ ઉઠવા પામી છે.
વીરપુર પંથકમાં કેટલાય સમયથી પશુપાલન વિભાગની 1962 એમ્બ્યુલન્સની સેવા પશુપાલકો માટે બંધ છે તે બાબતે 1962 પશુ સેવાના અધિકારી ડો.પ્રેગ્નેશ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે વીરપુરની 1962 એમ્બ્યુલન્સમાં જે ડોકટર હતા તેમને રાજીનામું આપી દીધું છે એટલે જો કો નવા ડોકટરની નિમણૂક થાય ત્યારે આ સેવા ફરીથી શરૂ થશે હાલ તો અન્ય 1962 એમ્બ્યુલન્સના ડોકટરોની પશુપાલકોને સેવા મળી રહે તેવા પ્રયત્નો કરીએ છીએ ત્યારે
એક તરફ સરકારનું પશુપાલન વિભાગ પશુપાલકોની હીત માટે આવી લાખો કરોડો રૂપિયાની રકમની યોજનાઓ અમલમાં મુકવાના દાવા કરે છે જ્યારે બીજી તરફ પશુપાલકોને પોતાના બીમાર પશુઓ માટે પશુ દવાખાના કે આવી 1962 ની એમ્બ્યુલન્સ માટે ડોક્ટર નથી જેમને લઈને પશુપાલકોને પોતાના પશુઓને પાલવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે પશુપાલકોના હિતની મોટી મોટી વાતો ના બણગાં ફુકતી સરકાર વીરપુર પંથકના પશુપાલકોની વેદના સાંભળશે કે આંખ આડા કાન કરશે તે જોવું રહ્યું.!?