ક્રૂડના વધતા ભાવને લીધે નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજ્યભરમાં આવેલા રિલાયન્સના 160 પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે.
રવિવારે અમદાવાદ સહિત રાજ્યના રિલાયન્સ પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ છે. અમદાવાદમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પર ટૂ-વ્હીલરમાં માત્ર એક લિટર, જ્યારે ફોર-વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું.
ગુજરાત પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ અંગે જણાવ્યું હતું કે રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે.