એક તરફ મેળો અને બીજી તરફ રસ્તાનું ખોદકામ ચાલી રહ્યું છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળો આવતીકાલથી શરુ થવા જય રહ્યો છે ત્યારે 10 લાખથી વધુ ભાવિકો પધરાવાનો અંદાજ છે એવા સમયે હજુ રસ્તા ખોદવાની કામગીરી ચાલી રહી છે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે.જોકે ભવનાથ તળેટી સુધી તો રોડ બની ગયા પણ હજુ ગિરનાર દરવાજ રોડ પર ખોદવાની કામગીરી ગત સાંજે જોવા મળી હતી. મેળામાં લાખો ભાવિકો પધારે છે ત્યારે માયરામ આશ્રમ થી ગિરનાર દરવાજા રોડ જે આવેલો છે ત્યાં ફરી રસ્તાને ખોદવામાં આવી રહ્યાના દર્શ્યો સામે આવ્યા છે. જયારે મેળામાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ શહેરીજનો ખુબ મોટા પ્રમાણમાં કરતા હોઈ છે. જયારે ભવનાથ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે ત્યારે ગિરનાર દરવાજા અને ભરડાવાવ રસ્તો બંધ કરી દેવામાં આવતો હોઈ છે. ત્યારે ગિરનાર દરવાજા થી મયારામ આશ્રમ રોડ પર ખુબ ટ્રાફિક જોવા મળે છે એવા સમયે ત્યારે ગત સાંજના લેવાયેલ તસ્વીરમાં હજુ જેસીબી દ્વારા ખોદાઈ રહ્યો છે જો બીજી બાજુ હુજુ ધૂળના ઢગલા પણ જોવા મળી રહ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે.