નરસિંહ મેહતા તળાવ રોડ બનાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ મનપા દ્વારા છેલ્લા અઢી વર્ષથી નરસિંહ મેહતા સરોવર બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે.હવે તળાવ ફરતે રોડ બનાવવા માટે આ એક માર્ગીય રોડને હવે સાવ બંધ કરવા કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.આથી હવે વાહન ચાલકોએ બસ સ્ટેન્ડ વૈભવ ચોક ફરીને અવરજવર કરવી પડશે.
- Advertisement -
શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા સરોવરનું કામ છેલ્લા અઢી વર્ષ જેટલા સમયથી બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે.અગાઉ ગોકળગતિએ થતું હોવાની રાવ ઉઠવા પામી હતી.આ મામલે મુખ્યમંત્રી સહીત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.જયારે હવે મહાનગર પાલિકાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઇ છે ત્યારે આ તળાવના કામને ઝડપી પૂર્ણ કરવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.હાલ તળાવ ફરતે રોડનું ડેવલપમેન્ટ કરવા કામ શરૂ કરવામાં આવ્યું છે જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીને ધ્યાને લઈને શાહિદ પાર્કથી પેટ્રોલપંપ સુધીના એક માર્ગીય રોડને હવે સદંતર બંધ રાખવામાં આવશે તે અંગેનું મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.