પાર્કિન્સન્સનું જોખમ ઘટાડવા કોફીનું સેવન લાભદાયક
આપણે જે પણ આહાર લઇએ છીએ તેની અસર આપણા શરીરમાં જોવા મળે છે. જે લોકો કોફી પીવે છે તેમને પાર્કિન્સન્સ નામની ગંભીર બીમારી થવાનું જોખમ ઓછું હોય છે.
- Advertisement -
જેઓ કોફી પીતા નથી સામે સરખામણી 184,0ર4 લોકો પર હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેઓ કોફી પીતા હોય તેમને પાર્કિન્સન રોગનું જોખમ કોફી ન પીતા લોકો કરતા ઘણુ ઓછું હોય છે. આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમે આ દાવો કર્યો છે.
આ રોગનો કોઇ ઇલાજ નથી જોકે આ રોગનું કારણ શું છે તે હજી સ્પષ્ટ નથી. ઘણા નિષ્ણાંતો અને સંશોધકો માને છે કે તે આનુવંશિક અને પર્યાવરણીય ફેરફારોને કારણે થાય છે પાર્કિન્સન રોગ માટે હાલમાં કોઇ ઇલાજ નથી. હાલમાં આ ગંભીર રોગ અંગે ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.
જોખમ કઇ રીતે ઘટાડવું
પેઢી દર પેઢી જોખમ વધે છે ખાસ કરીને એવા લોકોમાં કે જેઓ આનુવંશિકતાને કારણે રોગનું જોખમ વધારે હોય છે. ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં કોઇ કોફી નહિ પીનારા 13 વર્ષની સરેરાશ વય ધરાવતા કિશોરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધકોએ પાર્કિન્સનના સેંકડો દર્દીઓના નમુનાઓનું વિશ્લેષણ કર્યુ આમાં તેણે કેફીન પેરાકસેન્થાઇન અને થિયોફાઇલીનના સ્તરનું અવલોકન કર્યુ છે.
- Advertisement -
18024 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો છે.
હાથ ધ્રુજવા લાગે છે
ઘણા દર્દીઓમાં પાર્કિન્સન રોગ ધ્રુજારી સાથે શરૂ થાય છે. મગજના કોષોને નુકસાન થાય છે. તેમનું કામ કેટલાક આવશ્યક રસાયણોનું ઉત્પાદન કરવાનું છે પરંતુ મગજમાં રહેલા રસયાણો અસંતુલિત થઇ જાય છે.
ચા અને કોફીમાં કેફીન કામ કરે છે
ગયા વર્ષે લેન્સેટના એક અભ્યાસ મુજબ ચા અને કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે અને તેથી તે પાર્કિન્સન રોગના જોખમને ઘટાડવામાં અસરકારક છે. સંશોધન મુજબ કોફી સંબંધિત રોગથી પીડિત મોટા ભાગના દર્દીઓમાં આનુવંશિક કારણ જોવા મળે છે.