એકઝીટ પોલથી રાજકીય ઉતેજના વધી : દિલ્હીમાં બેઠકોનો દૌર
જમ્મૂ – કાશ્મીરમાં ત્રિશંકુ સ્થિતિ: સતાનું પત્તુ ખીણના અપક્ષો-પીડીપી પાસે રહે તેવી ધારણા: જોકે ભાજપ ઉપરાજયપાલના ‘પાવર’ પર મુસ્તાક
- Advertisement -
લોકસભા બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીઓ ‘અપસેટ’માં ના સંકેત: હરિયાણામાં ભાજપના 10 વર્ષના શાસનનાં ચુકાદા પર મીટ: કોંગ્રે`સ-કમબેકના ઉત્સાહમાં
મહારાષ્ટ્ર-ઝારખંડ અને 50 પેટા ચૂંટણીઓનો તખ્તો પણ તૈયાર: દિવાળી પછી મતદાનની ધારણા: રાજકીય પારો સતત વધતો રહેશે.
દેશમાં ફરી એક વખત ગરમ થયેલા રાજકીય વાતાવરણમાં એક તરફ કાલે હરીયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરીણામો જાહેર થશે અને બન્ને રાજયોના આવેલા એકઝીટ પોલથી સસ્પેન્સ વધી ગયુ છે તો બીજી તરફ હવે ચૂંટણી પંચ ગમે તે સમયે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે અને દિવાળી પછી યોજાનારી આ ચૂંટણીની સાથે ઉતર પ્રદેશની વિધાનસભાની 10 બેઠકો સહિત કુલ 50 બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર કરશે.
- Advertisement -
લોકસભા ચૂંટણી બાદની યોજાયેલી હરીયાણા તથા જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના મતદાન સંપન્ન થતા જ રવિવારે દર્શાવાયેલા એકઝીટ પોલમાં ભાજપની સ્થિતિ ‘’પાતળી’ હોવાનું દર્શાવે છે. હરીયાણામાં પક્ષ 90 બેઠકોમાં 45 થી 50 અને એકઝીટ પોલમાં 55 જેટલી બેઠકો જીતશે તેવુ દર્શાવાતા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો છતા ભાજપે બહાદુર ચહેરો બતાવવા કોશીશ કરી છે.
તો જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાનાં સંકેત મળ્યા છે અને કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સનું જોડાણ સૌથી વધુ બેઠકો મેળવી જશે તેવુ ચિત્ર અપાયું છે. 90 બેઠકોની વિધાનસભામાં હવે ત્રીજા સ્થાને રહી શકતા પીડીપી અને ખીશમાં ચૂંટાઈ શકતા અપક્ષ નાના પક્ષો પાસે સરકારની રચનાનું હુકમનું પતુ હશે તેવી શકયતા છે.
જોકે ભાજપે એ પાંચ બેઠકો પર નજર રાખી છે. જેના પર સભ્યોને નિયુકત કરવાની સતા ઉપરાજયપાલ પાસે છે અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તે અપક્ષ કે એન્જીનીયર રાશીદ સહીતના નાના પક્ષોનાં નેતાઓ પર નજર હશે. હરીયાણામાં જો કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવે તો ભાજપને મોટો આંચકો હશે અને તેની અસર મહારાષ્ટ્ર અને ઝારખંડ પર પણ પડી શકે છે તો વિપક્ષોને લોકસભા ચૂંટણી બાદ નવી તાકાત મળશે હવે કાલ બાદ રાજકીય ગતિવીધી વધશે.
બીજી તરફ મહારાષ્ટ્ર અને હરીયાણામાં તા.26 નવેમ્બર પૂર્વ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની ડેડલાઈન ખુદ ચૂંટણી પંચે આપી છે તેથી હવે આગામી દિવસોમાં આ બન્ને રાજયોની ધારાસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે અને બન્ને રાજયો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામશે તો તેની સાથે દેશમાં લોકસભા-ધારાસભાની ખાલી પડેલી 50 બેઠકો ઉપરાંત કાલે આવનારા બે રાજયોનાં પરીણામો પર ખાલી પડી શકતી વધુ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
જેમાં યુપીની ધારાસભાની 110 બેઠકોનો સમાવેશ થાય છે. અને સરકાર ત્રણ માસથી આ બેઠકો પર સક્રિય બની છે. આમ વર્ષના અંત પૂર્વ દેશનાં રાજકારણને નવી દિશા આપતા પરીણામોની ઉતેજના વધી છે.