વોર્ડ નં. 1, 3, 7 અને 8માં કુલ 5 મિલકતો સીલ: રૂા. 32.81 લાખની રિકવરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રિકવરી ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે શહેરના કુલ 4 વોર્ડમાં વેરો નહીં ભરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 મિલકતોને સીલ તથા 1 મિલકતને ટાંચ જપ્તી નોટીસ તથા 1 નળ કનેકશન કપાત કરતાં રિકવરી રૂા. 32.81 લાખની કરવામાં આવી હતી.
- Advertisement -
આજરોજ વોર્ડ નં. 1માં નાણાવટી ચોકમાં જાસલ કોમ્પલેક્ષમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં. 155થી 158ને નોટીસ સામે રિકવરી રૂા. 6.28 લાખ, વોર્ડ નં. 3માં પરાબજાર મેઈન રોડ પર દવે વ્યાસ એન્ડ એસ. હાઉસની સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 9.00 લાખ, વોર્ડ નં. 7માં ઢેબર રોડ પર એસ.ટી. બસ સ્ટેન્ડમાં સેક્ધડ ફ્લોર પર ઓફીસ નં. 7 સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 54,518 અને ઢેબર રોડ પર એસ.ટી. બસ સ્ટેન્ડમાં સેક્ધડ ફ્લોર પર ઓફીસ નં. 6 સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 54,008 વોર્ડ નં. 8માં કાલાવડ મેઈન રોડ પર નૂતનનગરમાં ‘નીરવ’ના નળ કનેકશન કપાત સામે રિકવરી રૂા. 99,816, 150 ફૂટ રીંગ રોડ પર ઇમ્પીરીયલ હાઈટ્સમાં થર્ડ ફ્લોર ઓફીસ નં. 307 સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 91,770, કે.કે.વી. હોલની બાજુમાં શિલ્પન આર્કેડ સેક્ધડ ફ્લોર શોપ નં. 201 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.23 લાખની રિકવરી કરવામાં આવી છે. આજરોજ બપોરે 1-00 કલાક સુધીમાં 5 મિલકતોને સીલ તથા 1 મિલકતને ટાંચ જપ્તી નોટીસ તથા 1 નળ કનેકશન કપાત કરતા રિકવરી રૂા. 32.81 લાખ રિકવરી કરવામાં આવી છે. આમ તા. 1-4-2024થી આજ દિન સુધીની રૂા. 323.20 કરોડની રિકવરી કરવામાં આવી હતી. આ કામગીરી નાયબ કમિશનર સી. કે. નંદાણી તથા આસિ. કમિ. સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઈસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટરો દ્વારા વેરા વસૂલાતની સઘન કામગીરી કરવામાં આવી છે.