61મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધી રાજકોટ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ ક્ધઝ્યુમર્સ કો.ઓપ. સોસાયટી લિમિટેડ- અપના બજાર રાજકોટની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી હતી તથા 61મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના ચેરમેન વિક્રમસિંહ પરમાર તથા સંસ્થાના પૂર્વચેરમેન નટુભાઈ ચાવડા, બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા આ સંસ્થાના અનેક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પરામર્શક ડો. નરેન્દ્રભાઈ દવે- સહકારી અગ્રણી દ્વારા સંસ્થાના વિકાસ માટેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ નવનિયુક્ત યુવા ચેરમેન ભાગ્યેશભાઈ વોરા અને વાઈસ ચેરમેન દિપકભાઈ ચાવડાને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા આપી હતી.
- Advertisement -
સંસ્થાના પૂર્વચેરમેન નયનાબેન મકવાણા ગુજરાત ક્ધઝ્યુમર્સ કો.ઓપ. ફેડરેશનમાં ડીરેકટરપદે નિયુક્ત થતાં તેઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અગ્રણી નવનિયુક્ત યુવા ચેરમેન ભાગ્યેશભાઈ વોરા અને વાઈસ ચેરમેન દિપકભાઈ ચાવડાને ડો. નરેન્દ્રભાઈ દવે, ડીરેકટર સર્વે મહેન્દ્રભાઈ શેઠ, અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, પંકજભાઈ દેસાઈ, મહેશભાઈ કોટક, નયનાબેન મકવાણા, ફુલાભાઈ શીંગાળા, જયંતભાઈ ધોળકીયાએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા.