ટૂંક સમયમાં વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર
ખાસ-ખબર સંવાદદાતા
સરકાર દ્વારા PSI ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. અગામી 6 માર્ચના રોજ ગાંધીનગર અને અમદાવાદ સેન્ટર પર પરીક્ષા લેવાશે. ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે.
ભરતી બોર્ડના અધ્યક્ષે જાહેરાત કરી છે કે, 6 માર્ચે પ્રિલીમીનરી યોજાશે. ભરતી બોર્ડે કરેલી જાહેરાત મુજબ, પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 6 માર્ચના રોજ ગાંધીનગર અને અમદાવાદ ખાતે લેવામાં આવશે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રિલિમિનરી પરીક્ષાને લગતી વિગતો હવે પછી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) ભરતી બોર્ડની વેબસાઈટ પર સૂચનાઓ નિયમિત રીતે જોતા રહેવી.
- Advertisement -
આ ઉપરાંત PSIની ભરતી માટેની વેબસાઈટ https:// psirbgujarat2021.in/ પર પણ આ માહિતી આપવામાં આવી છે.