ફાયરિંગમાં સાત આરોપીની માલિયાસણ પાસેથી ધરપકડ, બે હથિયાર કબ્જે 
જ્યાં ભડાકા કર્યા હતા ત્યાં આરોપીઓને લઇ જઈ પોલીસે કરાવ્યું રી-ક્ધસ્ટ્રક્શન 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મંગળા મેઈન રોડ ઉપર બે દિવસ પૂર્વે પેંડા અને મરઘાં ગેંગ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગની ઘટનામાં પોલીસે સરકાર તરફે ફરિયાદી બની 11 સામે હત્યાની કોશિશ, રાયોટીંગ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને પકડી પાડવા જુદી જુદી ટિમો દોડાવી હતી જેમાં એસઓજીની ટીમે 7 શખ્સોને માલિયાસણ ચોકડી પાસેથી ઝડપી લઇ તેની પાસેથી બે હથિયાર કબ્જે કર્યા છે પકડાયેલા આરોપીઓને આજે ઘટનાસ્થળે લઇ જઈ રી-ક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ ટોળકી સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવા પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
- Advertisement -
રાજકોટમાં જાન્યુઆરી મહિનામાં પુનિતનગર પાસે થયેલી માથાકૂટ બાદ ગત ઓગષ્ટ મહિનામાં જંગલેશ્વરમાં પેંડા ગેંગના સાગરીતો દ્વારા મરઘાં ગેંગના સાગરીત ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે પછી ફરી મરઘાં ગેંગના સભ્યો મંગળા મેઈન રોડ ઉપર હોવાની માહિતી મળતા પેંડા ગેંગના સભ્યો કાર લઈને ધસી ગયા હતા અને બંને વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ બંને પક્ષે ફાયરિંગ થયું હોય કોઈએ ફરિયાદ નહિ નોંધાવતા એ ડિવિઝન પીએસઆઈ સત્યજીતસિંહ રાણાએ કુખ્યાત પેંડા ગેંગના ચાર શખ્સો ભયલો ગઢવી, મેટીયો ઝાલા, મોન્ટુ કોળી, હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી અને સમીર ઉર્ફે મુર્ગો ગેંગના સાત સમીર ઉર્ફે સંજલો જાવિદ જુણેજા, અબ્દુલ્તા ઉર્ફે કુસીયો ભીખૂધાકી શાહનવાઢી અબ્દુલા ઉર્ફે કુબીયો ધાડા સમીર ઉર્ફે મુરઘો, સોહીલ સીકંદર ચલીયા, સોહીલ દિવાન ફકીર, અમન અલ્તાફ પીપરવાડીયા સામે હત્યાના પ્રયાસ, રાયોટ અને આર્મ્સ એન્ટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો આ અંગે માહિતી આપતા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની જુદી જુદી ટિમો દોડાવી હતી જેમાં એસઓજીએ માલિયાસણ ચોકડી પાસેથી 7 આરોપીઓ જેમાં સૂત્રધાર જીગ્નેશ ઉર્ફે ભયલુ દિનેશભાઇ રાબા, હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો સાત્યકિસિંહ ઝાલા, જયવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા, હિંમત ઉર્ફે કાળું અમુદાન લાંગા, પરિમલ ઉર્ફે પરિયો ત્રિભોવનદાસ સોલંકી, લક્કીરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલા અને મનીષદાન નવલદાન બાદાણીની ધરપકડ કરી તેમની પાસેથી 2 હથિયાર, એક જીવતો કાર્ટીસ, એક ખાલી કાર્ટીસ, એક મિસ થયેલ કાર્ટીસ, કાર અને 5 મોબાઈલ સહીત 3,75,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે પકડાયેલા આરોપીઓને આજે ચુસ્ત બંદોબસ્ત સાથે જ્યાં ભડાકા કર્યા હતા ત્યાં લઇ જવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે રી-ક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
મરઘાં ગેંગ અને પેંડા ગેંગ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયા હોય જેથી બંને ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે તેમજ જે આરોપીઓ જામીન મુક્ત હોય તેમના જામીન રદ કરવા માટે પણ કોર્ટ કાર્યવાહી શરુ કરવામાં આવી છે બંને પક્ષના સમીર, મેટિયો અને ભયલુએ ત્રણ હથિયાર મારફત ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ફાયરિંગના ગુનામાં પકડાયેલા મેટિયા સામે રાજકોટ અને જેતપુરમાં રાયોટીંગ, મારામારી, દારૂ સહીત 10 ગુના નોંધાઈ ચુક્યા છે જયારે મોન્ટુ સામે રાજકોટમાં બે, ભયલુ સામે રાજકોટ-જેતપુરમાં 5 ગુના, કાળું સામે રાજકોટમાં 3 ગુના, મનિષદાન સામે રાજકોટમાં બે ગુના અને પરીયા સામે રાજકોટ-ટંકારામાં છ ગુના નોંધાઈ ચુક્યા છે.
પોલીસને ઘટનાસ્થળેથી 9 ફૂટેલા કાર્ટીસ મળ્યા છે
ડીસીપી બાંગરવાએ જણાવ્યું હતું કે પોલીસને ઘટનાસ્થળેથી 9 ફૂટેલા કાર્ટીસ મળી આવ્યા છે જે કબ્જે લેવામાં આવ્યા છે પરંતુ એક સીસીટીવી વાયરલ થયા હતા જેમાં અમુક શખ્સો ફૂટેલા કાર્ટીસ શોધતા હોય તેવું જોવા મળ્યું હતું આ શખ્સોએ કાર્ટીસ શોધી સગે વગે કરી નાખ્યા હોય તેવી શંકા પણ નકારી શકાય નહિ.
હથિયાર સપ્લાયરનું નામ ખુલતા તેની શોધખોળ
માલિયાસણ ચોકડી પાસેથી પકડાયેલા 7 શખ્સો પાસેથી બે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે આ અંગે પૂછતાં આરોપીઓએ હથિયાર સપ્લાય કરનારનું નામ પોલીસ સમક્ષ જણાવ્યું છે જેથી પોલીસે હથિયાર સપ્લાયર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.



 
                                 
                              
        

 
         
        