રાજકારણમાં ઝંપલાવવાના સંકેત: સૂત્રો
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા અને ઉત્સાહિ શિક્ષક શહેરની ડી.વી.પરખાણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે શિક્ષક તરીકેની સેવામાંથી સેવાનિવૃત્તિ જાહેર કરી છે. જિલ્લા પંચાયત કચેરી શિક્ષણ શાખામાં લેટર લખીને રાજીનામું ધરી દીધું છે. તો સાથે જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 2022ની વિધાનસભા ચૂંટણીમાં રાજકારણમાં ઝંપલાવશે તેવું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
શહેરની ડી.વી.પરખાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા ઘનશ્યામભાઇ સવજીભાઇ દેથરીયાએ શિક્ષક તરીકે સેવાનિવૃત્તિ જાહેર કરી છે. તો સાથે તેમને પચ્ચીસ વર્ષ કરતા શિક્ષણ સાથે સંકળાયેલા હોય અને અનેક રીતે સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા અને મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી છે. ત્યારે અચાનક રાજીનામું ધરી દેતા માહોલ ગરમાયો છે. બીજી તરફ વાત કરીએ તો જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેઓની સ્વૈચ્છિક નિવૃત્તિ 31-10-2022ના રોજ જાહેર થશે. હાલ તેમને શિક્ષક તરીકે રાજીનામું આપ્યું છે. ત્યારે મોરબી જિલ્લા શિક્ષક સંઘમાં સારી એવી પ્રશંસનીય કામગીરી કરનાર ઘનશ્યામભાઇ આગામી વિધાનસભામાં રાજકારણમાં ઝંપલાવશે તેવું જાણકાર સૂત્રો જણાવી રહ્યાં છે.