ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે હાલ મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું તે સમયે મચ્છુબારી બ્રીજ પાસે બીજી એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ઢાળમાં પાર્ક કરેલી સ્કૂલ બસ રળવા લાગતા સદનસીબે એનડીઆરએફના જવાનો હાજર હોવાથી મોટી જાનહાનિ થતાં બચી ગઈ હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં ગઈકાલે એક બાજુ મચ્છુ નદીના ઝૂલતા પુલ દુર્ઘટનાનું રેસક્યુ ઓપરેશન ચાલુ હતું ત્યારે મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માં ના મદિર નજીક મચ્છોબારી પાસે ઢાળમાં પાર્ક કરેલી સ્કૂલ બસ અચાનક રળવા લાગી હતી અને બનાવ સમયે ત્યાંથી બાળકો અને મહિલા પસાર થતાં હતા જે બસની હડફેટે આવી ગયા હતા. આ ઘટનામાં બાળકો સહિત ચારને ઈજાઓ પહોંચી પોહચી હતી. આ ઘટનાની જાણ થતાં જ બાજુમાં રેસ્ક્યું ઓપરેશન ચલાવતા એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોએ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચીને તરત જ ઇજાગ્રસ્ત થયેલા બાળકો સહિતના લોકોને હોસ્પિટલે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. આ અકસ્માતમાં અલી, નેકી અને તસ્કિના તેમજ રસીદાબેન સમીરભાઈ મકરાણીને ઈજાઓ પહોંચી હતી.