દાહોદના 3 કોન્સ્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી, કઈઇએ પીછો કરતાં એક કારનો અકસ્માત: બીજી કાર ફરાર
ખાસ-ખબર ન્યૂઝ દાહોદ
- Advertisement -
દાહોદમાં પોલીસકર્મચારીઓ જ વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની ઘટના સામે આવી છે. ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે હેડ કોન્ટેબલ અને એક કોન્ટેબલે રાજસ્થાનથી દારૂની કાર ભરી હતી, જોકે ગુજરાતમાં ઘૂસતાં જ દાહોદ કઈઇને બાતમી મળતાં કઈઇએ પીછો કર્યો હતો. આ દરમિયાન એક કારનો અકસ્માત સર્જાતાં તેનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો, જોકે અન્ય કારમાં પાયલોટિંગ કરતાં બે કોન્ટેબલ પણ ફરાર થઇ ગયા હતા.
આ ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ મુજબ ચાકલિયા પોલીસ મથકમાં જ ફરજ બજાવતા હેડ કોન્ટેબલ અર્જુન ઘનુભાઈ ભૂરિયા, મોહન રમેશભાઇ તાવિયાડ અને કોન્ટેબલ પ્રકાશ સબુરભાઇ હઠીલાએ ગઇકાલે બપોરે રાજસ્થાનથી એક પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો, જે કાર મોહન તાવિયાડ ચલાવતો હતો. જ્યારે અર્જુન ભૂરિયા અને પ્રકાશ હઠીલા અન્ય એક અલ્ટો કારમાં પાયલોટિંગ કરતા હતા.
આ દરમિયાન દાહોદ કઈઇને આ બાતમી મળતાં કઈઇએ ઝાલોદ અને ચાકલિયા પોલીસ સ્ટાફ સાથે તળાવા ચોકડી નજીક વોંચ ગોઠવી હતી. આ દરમિયાન બંને કાર આવતાં પોલીસે એને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ ગાડી અટકાવવાને બદલે સ્પીડ વધારી લીમડી તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતાં દારૂ ભરેલી પંચફોર વ્હીલર ગાડી આશરે 500 મીટર દૂર ગટરમાં ઊતરી ગઈ હતી, જેનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે પાયલોટિંગ કરતી અલ્ટો પણ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી.
પોલીસે અકસ્માતગ્રસ્ત પંચ કારમાં તપાસ કરતાં પંચમાંથી વિવિધ કંપનીની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ તથા બિયરની 8 પેટી, 112 બોટલો અને અંદાજે 74 લિટરથી વધુ દારૂના વોશનો જથ્થો મળ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 5 લાખ 66 હજાર 646 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસ મુજબ દારૂ ભરેલી પંચ (ૠઉં-35-ગ-8922) હેડ કોન્ટેબલ મોહન તાવિયાડની છે. જ્યારે ફરાર અલ્ટો કાર (ૠઉં-20-ઈઅ-8956) કોન્ટેબલ પ્રકાશ સબુરભાઈ હડિયાની હોવાનું સામે આવ્યું છે.
પ્રોહિબિશન જેવા ગંભીર ગુનામાં પોલીસકર્મચારીઓની સીધી સંડોવણી સામે આવતાં જનતા અને પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ કેસમાં વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન તથા ઉચ્ચ સ્તરીય તપાસની માગ તેજ બની છે.



