હત્યા સમયે પહેરેલા કપડા અને છુપાવેલ મોબાઇલ કબ્જે કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વંથલી તાલુકાના રવનીમાં ગત તા.10ના જીહાલ રફીક સાંધની હત્યા થઇ હતી આ મામલે એલસીબીએ રહીમ ઉર્ફે ખુરી, જુમા હબીબ સાંધ, હનીફ ઇસ્માઇલ સાંધ, અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહીમ સાંધ, ઇસ્માઇલ ઇબ્રાહીમ સાંધ, પોલા યુસુફ સાંધ અને હુશેન અલ્લારખા સાંધની ધરપકડ કરી હતી. આ સાતેયને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ સાતેય આરોપીને સાથે રાખે બનાવ સ્થળ સમગ્ર ઘટનાનો રિકસ્ટ્રકશન કર્યુ હતુ.
- Advertisement -
આ દરમિયાન આરોપીઓએ હત્યા વખતે પહેરેલા કપડા તેમજ જુમા હબીબ સાંધે છુપાવેલો મોબાઇલ કાઢી આપ્યો હતો. તેને કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ બેવડી હત્યાના આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરવામાં આવ્યુ હતુ. જેમાં બનાવ વખતે પહેરેલા કપડા તેમજ એક આરોપીએ છુપાવેલો મોબાઇલ કબ્જે કરવામાં આવ્યો હતો.



