કોલકાતામાં લાગેલા 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુથી ખુશ છે મેસ્સી
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માફી માગી
- Advertisement -
મેસ્સી સંયુક્ત રાષ્ટ્રના ચાઇલ્ડ ઓર્ગેનાઇઝેશન ઞગઈંઈઊઋનો બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં ’ૠઘઅઝ ઇન્ડિયા’ ટૂર કરી રહ્યો છે. મેસ્સી 15 ડિસેમ્બર સુધી 3 દિવસમાં 4 શહેરોનો પ્રવાસ કરશે. આમાં હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી પણ સામેલ છે. તે કોલકાતામાં જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મળશે. આ દરમિયાન તેને મુંબઈમાં સચિન તેંડુલકરને પણ મળવાનું છે. 15 ડિસેમ્બરના રોજ ઙખ નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની સાથે જ તેમનો પ્રવાસ સમાપ્ત થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને લિયોનલ મેસ્સી અને તમામ રમતપ્રેમીઓ પાસે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે માફી માગી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, કોલકાતામાં મેસ્સીના ઇવેન્ટમાં મિસ-મેનેજમેન્ટ જોઈને આઘાત લાગ્યો, અને ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી તેમને દુ:ખ થયું છે અને તે માટે તેઓ માફી માગે છે.
કોલકાતામાં તેના સન્માનમાં લગાવવામાં આવેલું 70 ફૂટ ઊંચું સ્ટેચ્યુ મેસ્સીને પસંદ આવ્યું છે. પશ્ચિમ બંગાળના મંત્રી અને શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબના અધ્યક્ષ સુજીત બોઝે શનિવારે જણાવ્યું કે મેસ્સી અને તેની ટીમે આ પ્રતિમા જોઈને ખુશી વ્યક્ત કરી છે અને તેના માટે પોતાની સહમતિ પણ આપી હતી. લેક ટાઉન વિસ્તારમાં શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબે હાલમાં જ લોખંડની બનેલી આ વિશાળ પ્રતિમા લગાવી છે, જેમાં મેસ્સીને ઋઈંઋઅ વર્લ્ડ કપ ટ્રોફી પકડેલા બતાવ્યો છે. મેસ્સી આ સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું.
મેસીના ૠઘઅઝ ઇન્ડિયા ટૂર 2025નું સંપૂર્ણ શેડ્યૂલ
- Advertisement -
13મી ડિસેમ્બર, કોલકાતા
સવારે 10:30 થી 11:15 વાગ્યા સુધી: લિયોનેલ મેસીની પ્રતિમાનું અનાવરણ
11:15 થી 11:25 વાગ્યા સુધી: યુવા ભારતી ખાતે આગમન
12:00 વાગ્યે: મુખ્યમંત્રી મમતા બેનરજી અને સૌરવ ગાંગુલીનું સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે આગમન
12:00 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી: ફ્રેન્ડલી મેચ, સન્માન અને વાર્તાલાપ
02:00 વાગ્યે: હૈદરાબાદ માટે પ્રસ્થાન
13 ડિસેમ્બર, હૈદરાબાદ
સાંજે 7:00 વાગ્યે: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે લિયોનેલ મેસી સાથે 7દ7 મેચ, ત્યારબાદ કોન્સર્ટ
14મી ડિસેમ્બર, મુંબઈ
બપોરે 3:30 વાગ્યે: પેડલ કપ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં ભાગ લેશે
સાંજે 4:00 વાગ્યા સુધી: સેલિબ્રિટી ફૂટબોલ મેચ
સાંજે 5:00 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, ત્યારબાદ ચેરિટી ફેશન શો દ્વારા
15 ડિસેમ્બર, નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
બપોરે 1:30 વાગ્યે: અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, જેમાં મિનર્વા એકેડેમીના ખેલાડીઓનો સન્માન સમારોહમાં હાજરી



