જમાઈએ જ પોતાના સાસુની નિર્મમ હત્યા કરી હોવાનુ ખોલ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી તાલુકાના જશવંતગઢ ગામે ગત 28 નવેમ્બરના રોજ 64 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. અમરેલીના નાયબ મામલતદાર રાજુભાઇ તેરૈયાની માતા અને નિવૃત્ત શિક્ષકના ધર્મપત્ની પ્રભાબેન તેરૈયાની પોતાના ચિતલના જસવંતગઢ ગામે રહેણાંકી મકાનમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની વિગતો જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ હત્યાની ધટનાને લઇ નાના એવા ગામડાઓ સીસીટીવી વધુના હોય અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામની છેવાડેના મકાનમાં રહેતા હોવાથી પોલીસને હત્યા કોણે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
- Advertisement -
આખરે અમરેલી પોલીસે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો નયન જોશી જે પ્રભાબેન તેરૈયાનો જમાઈ થાય છે. 11 વર્ષમાં જીવન સંસારમાં પત્ની સાથે મનદુ:ખ થતા અવારનવાર પિયરમાં આવી જતી પત્નીને સાસુ પ્રભાબેન સહકાર આપતી હોવાથી જમાઈ નયન જોશીએ એક પ્રીપ્લાન કરીને પોતાની વાડીમાં શેરડી કાપવાનું ધારીયું લઈને બાઇક મારફતે 28 નવેમ્બરે જસવંતગઢ આવ્યો. અને સાસુ પ્રભાબેન તેરૈયાની આગળ પાછળ ગળાના ભાગે ધારિયા થી ઘા મારીને હત્યા કરીને બાઇકમાં નાશી છૂટ્યો હતો. જે બાદ પોલીસે આ હત્યારાને શોધવા આકાશ પાતાળ એક કર્યાને અનેક સોર્સ અને સરવલેન્સ દ્વારા 14 ટીમો બનાવીને જિલ્લાના 200 જેટલા પોલીસની ટીમ બનાવીને અલગ અલગ દિશામા તપાસ કરતા એક બાઇકમાં યુવક થેલી લઈને નીકળતો જોવા મળ્યો અને પોલીસે તે અંગે જીણવટ ભરી તપાસ કરતા રાંઢીયા ગામે પણ સીસીટીવીમાં આ હત્યારો હોવાની આશંકા થતા પોલીસે તપાસ કરતા આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસણા વખતે જોવા મળતા પોલીસે આ બાઇક કોની છે ત્યારે જમાઈ નયન જોશીની બાઇક હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અમરેલી પોલીસે નયન જોશીને ઝડપી લીધો હતો. આખી હત્યાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો. અમરેલી એસ.પી.હિમકરસિંહે આરોપી નયન જોશીને લાવીને પ્રેસ કોન્ફરન્સ યોજી આરોપીને મીડિયા સમક્ષ લાવ્યા હતા. ત્યારે પોતાની જ સાસુની હત્યા જમાઇ કરીને પરિવાર સાથે સાંત્વાના આપતા હત્યારા જમાઈને પોલીસે પકડીને શેરડી કાપવાનુ ધારીયું કબ્જે લીધું હતું. અને જે બાઇક હતી તે પણ કબજે લઈને નયન જોશી સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે સાસુની હત્યા ખુદ જમાઈ એ કરી હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી હતી. અમરેલી પોલીસે એક અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો. કોઇ કારણોસર જમાઈએ જ પોતાની સાસુની નિર્મમ હત્યા કરી હોવાની ઘટનાનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો હતો