ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં લાલચંદભાઇ વાસુદેવભાઇ દાવડાએ પોતાની ભગવતી ઇલેકટ્રીક દુકાન માંથી ગત તા.13ની રાત્રે બળપ્રયોગ કરી શટર ઊંચું કરી ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.જેની ગંભીરતાને ધ્યાને લઈ વેરાવળ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એએસઆઇ વિપુલસિંહ રામસીંગભાઇને મળેલ બાતમીના આધારે આરોપી સુરેશ દેવજીભાઇ મેર ઉ.વ.32, હાલ રહે. ભાલકા, મુળ રહે.કોડીનારને 40 ઇંચનું એલઇડી ટીવી કિં.રૂ.15000, 32 ઇંચના 2 એલઇડી ટીવી કિં.રૂા.15000, 2 ઇલેકટ્રીક સગડી કિં.રૂા.4000 સહિત 34000 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસે વધુ તપાસ કરતા આરોપી શિયાળાની ઋતુમાં મોડી રાત્રીના શહેર વિસ્તારમાં ઇલેકટ્રીક/ઇલેકટ્રોનીકસ દુકાનમાં રેકી કરી દુકાનનું શટર બળ પ્રયોગ કરી શટર ઉચુ દુકાનમાં પ્રવેશ કરી ઇલેકટ્રીક/ઇલેકટ્રોનીકસ ચીજ વસ્તુઓની ચોરી કરવાની આદત ધરાવતો હોવાનું સામે આવ્યું હતું આરોપી ને મુદામાલ સાથે ઝડપી પોલીસ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
વેરાવળમાં ચોરી કરનાર આરોપીને 34 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ
