માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, દેવરાજભાઈ ગઢવી, સંગીતાબેન લાબડીયા અને બિહારીભાઇ ગઢવીએ એક એકથી ચડિયાતી રચનાઓ રજૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીત-સંગીત અને રેપ સોંગનાં આજના સમયમાં પણ લોકો લોકસાહિત્યને ઘણુ પસંદ કરે છે તે સરગમ કલબ દ્વારા આયોજિત લોકડાયરા ઉપરથી ખબર પડી ગઈ હતી. સરગમ કલબ દ્વારા ચાલી રહેલા પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત યોજાયેલા ડાયરામાં લોકસાહિત્યની રમઝટ બોલી હતી.
ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં સરગમ કલબ, જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લી.અને બાન લેબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ ડાયરો માણવા માટે હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા.
આ લોકડાયરામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, દેવરાજભાઈ ગઢવી , સંગીતાબેન લાબડીયા અને બિહારીભાઇ ગઢવીએ એક એક થી ચડિયાતી રચનાઓ રજૂ કરી જમાવટ કરી દીધી હતી. આ ડાયરાનું દીપ પ્રાગટ્ય વજુભાઈ વાળા એ કરીને ઉદઘાટન એ કર્યું હતું. આ પ્રસંગે મૌલેશભાઈ પટેલ, કમલેશભાઈ મીરાણી, વિક્રમભાઇ પૂજારા, નાથાભાઈ કાલરીયા, કરશનભાઇ આદ્રોજા, પ્ર્તાપભાઈ પટેલ, શિવલાલભાઈ બારસિયા, દિનેશભાઇ અમૃતિયા, અશોકભાઇ ડોબરિયા, મયુરભાઈ ડોબરિયા વગેરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્ર્ભઇ શેઠ, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, ભરતભાઇ સોલંકી, ધનશ્યામભાઈ પરસાણા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ વગેરે જહેમત ઉઠાવેલ. આ કાર્યક્રમો માટે જાહેરજનતાને બેસવા માટે 10 હજાર ખુરશી પણ મુકવામાં આવી છે જેથી લોકો આરામથી બે દિવસ હસાયરો અને મ્યુઝીકલ પાર્ટી સહિત ના કાર્યક્રમો માણી શકશો. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ લોકોને કાર્યક્રમો માણવા માટે સમયસર રાત્રે 8/00 વાગ્યે ડી.એચ. કોલેજ યાજ્ઞિક રોડ નાં મેદાનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
- Advertisement -
સરગમ ક્લબ દ્વારા ‘સરગમી મ્યુઝિકલ નાઇટ’: બોલીવુડના સિંગર્સ સૂર રેલાવશે
ડી.એચ. કોલેજ ખાતે 7 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે આયોજન; 10,000 લોકો માટે ખુરશીની બેઠક વ્યવસ્થા
સરગમ ક્લબ દ્વારા ધ ઉખક ગ્રુપ અને પૂજારા ટેલિકોમના સંયુક્ત ઉપક્રમે રાજકોટના સંગીતપ્રેમીઓ માટે ભવ્ય સરગમી મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 07/10/2025 ને મંગળવારના રોજ રાત્રે 8:00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ), ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ મ્યુઝિકલ નાઇટમાં સરગમ સહપરિવાર અને જાહેર જનતાને વિના મૂલ્યે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ નિહાળવા માટે 10,000 (દસ હજાર) લોકોની બેઠક વ્યવસ્થા ખુરશી પર રાખવામાં આવી છે.
બોલીવુડના સિંગર્સ સંગીતનો મહાસાગર પીરસશે: આ મ્યુઝિકલ નાઇટમાં બોલીવુડના પ્લેબેક સિંગર દેવયાની બેન્દ્ર્રે સહિત જાણીતા કલાકારો સૂર રેલાવશે: બોલીવુડ પ્લેબેક સિંગર દેવયાની બેન્દ્ર્રે, ગોવિંદ મિશ્રા, સોનલબેન ગઢવી, નિલેશભાઈ વસાવડા, ડોલરભાઈ મહેતા. મેલોડી કલર્સના મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી-બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પોતાની કલા રજૂ કરીને જાહેર જનતાને ગીત-સંગીતના મહાસાગરમાં લઈ જશે. આ કાર્યક્રમમાં રાજ્ય અને શહેરના અનેક અગ્રણી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
પ્રમુખ સ્થાન: વજુભાઈ વાળા (પૂર્વ. ગવર્નર, કર્ણાટક રાજ્ય)
ઉદ્ઘાટક: શ્રી કુવરજીભાઈ બાવરીયા (મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય)
મુખ્ય અતિથિ વિશેષ: મનીષભાઈ માડેકા (રોલેક્ષ રીંગ્સ), સુરેશભાઇ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ)
મુખ્ય મહેમાન: દીલેશભાઈ પાબારી (દીલ એકઝીમ), નરેન્દ્રસિંહ જાડેજા (ડેપ્યુટી મેયર), જીતુભાઈ ચંદારાણા (વાઇસ ચેરમેન, મારવાડી યુનિ.), માધવભાઇ દવે (પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ), ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર (જિલ્લા પંચાયત), અને અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ચિરાગભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણી, રાહિલભાઈ પુજારા (પૂજારા ટેલિકોમ) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
- Advertisement -
સરગમી પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવનો રંગેચંગે પ્રારંભ
ડી.એચ.કોલેજમાં ‘જાગો હિન્દુસ્તાન’ કાર્યક્રમે જમાવટ કરી, રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
સરગમ કલબ દ્વારા નોરતાની ઉજવણી પછી દર વરસે જાહેર જનતા માટે વિનામૂલ્યે એક એક થી ચડિયાતા કાર્યક્રમો સાથે પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પહેલા જ કાર્યક્રમમાં ’જાગો હિન્દુસ્તાની’ મ્યુઝીકલ નાઈટે જમાવટ કરી દીધી હતી અને હજારો લોકોએ મોડે સુધી આ સંગીતભર્યો કાર્યક્રમ માણ્યો હતો.
સરગમ કલબ, ક્લાસિક નેટવર્ક પ્રા.લી. અને સન ફોર્જ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ કોલ્હાપુરથી આવેલા કલાકારોએ જાગો હિન્દુસ્તાનીની થીમ ઉપર દેશભક્તિના ગીતોનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ ઉપરાંત આ કલાકારોએ ભારતને આઝાદી કેવી રીતે મળી અને આઝાદીની લડાઈમાં કયા કયા લડવૈયાઓ સામેલ થયા હતા તેનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું હતું. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે.શૈલેષભાઈ પાબારી, પ્રેમકુમાર અગ્રવાલ, કે.કે. જૈન, તેજસભાઈ ભટ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન ગુણવંતભાઈ ડેલાવાળા એ કરેલ આભાર વિધી સરગમ ક્લબ ના પ્રમુખ નીલુબેન મહેતા એ કરેલ.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્ર્ભઇ શેઠ, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, ભરતભાઇ સોલંકી, ધનશ્યામભાઈ પરસાણા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ વગેરે જહેમત ઉઠાવેલ.
આ કાર્યક્રમો માટે જાહેરજનતાને બેસવા માટે 10 હજાર ખુરશી પણ મુકવામાં આવી છે જેથી લોકો આરામથી પાંચ દિવસ સુધી કાર્યક્રમો માણી શકે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ લોકોને કાર્યક્રમો માણવા માટે સમયસર રાત્રે 8/00 વાગ્યે ડી.એચ. કોલેજનાં મેદાનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ
કર્યો છે.