અમદાવાદ પ્લેન ક્રેશ 15 પાનાંના રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મુદ્દે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ)ના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. 12 જૂન 2025ના દિવસે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ અઈં-171 બોઇંગ 787-8 ડ્રીમલાઇન ફક્ત 32 સેક્ધડમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતે 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરની સાથે અન્ય 19 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં અનેક રહસ્ય બહાર આવ્યા છે.
બંને એન્જિનની ફ્યુલ સ્વિચ અચાનક ‘કટ ઓફ’
ટેકઑફ બાદ વિમાન 180 નોટ્સની સ્પીડ પર હતું, ત્યારે બંને એન્જિનની ફ્યુલ સ્વિચ ‘રન’થી અચાનક ‘કટ ઑફ’ પોઝિશનમાં જતા રહ્યા. આ ઘટના એવી હતી કે જાણે કોઈએ જાણી જોઈને કે અજાણ્યા એન્જિનના શ્ર્વાસ રોકી દીધા હોય.
બંને પાયલટ વચ્ચે મૂંઝવણ
કોકપિટ વોઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી વાતચીત ચોંકાવનારી છે. એક પાયલટ બીજાને પૂછે છે કે, ‘તમે ફ્યુલ કટ ઑફ કેમ કર્યું?’ તેના જવાબમાં બીજા પાયલટ કહે છે કે, ‘મેં તો કંઈ નથી કર્યું’ આ સંવાદ પરથી માલુમ પડે છે કે, કોકપિટમાં બંને વચ્ચે કેવી મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી!
અકસ્માતનું કારણ?
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ફ્યુલ સ્વિચની મૂવમેન્ટ પર સવાલ ઊભા થયા છે, પરંતુ આ કોઈ માનવીય ભૂલ હતી, ટેક્નિકલ ખામી હતી કે જાણી જોઈને કંઈ કરાયું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી.
એન્જિન-1માં આશાનું કિરણ, પરંતુ પ્લેન ક્રેશ
આ તપાસ પ્રમાણે, એન્જિન 1માં ફ્યુલ કટ ઑફ બાદ પણ પાયલટને રિકવરીની આશા હતી. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરી વધવા લાગી હતી, પરંતુ વિમાનને બચાવવા માટે તે પૂરતું નહતું.
એન્જિન-2 પણ નિષ્ફળ
એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ હતી અને પરિણામે પ્લેન ક્રેશ થયું.
રિલાઇટનો પ્રયાસ, પરંતુ તેમાં પણ નિષ્ફળતા
પાયલટે તુરંત ફ્યુલ સ્વિચને ફરી ‘રન’ પોઝિશનમાં કરી અને બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર (ઊૠઝ) વધવાથી રિલાઇટનો પ્રયાસ સ્પષ્ટરૂપે જોઈ શકાયો. જો કે, ઓછી ઊંચાઈના કારણે પાયલટને પૂરતો સમય જ ના મળ્યો.
એન્જિનની સ્પીડ લઘુતમથી પણ ઓછી
ફ્લાઇટ ડેટા રેકોર્ડરના વિશ્ર્લેષણ પ્રમાણે, બંને એન્જિનની ગ2 વેલ્યુ સરેરાશ સ્પીડથી પણ ઓછી હતી, જે એન્જિન સંપૂર્ણ ઠપ થઈ જવાનો જ સંકેત હતો.
બ્લેક બોક્સનો એક ભાગ બેકાર
અકસ્માતમાં વિમાનના એન્જિનની સાથે એન્હાન્સ્ડ એરબોર્ન ફ્લાઈટ રેકોર્ડર (ઊઅઋછ) સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યા હતા. આ કારણસર ડેટાને સામાન્ય રીતે કાઢવો સંભવ નહતો. પ્લેન ક્રેશની તપાસમાં આ મોટો ઝટકો ગણી શકાય.
સલામતીના કોઈ જ સૂચન નહીં, તપાસ શરૂ
અઅઈંઇએ હજુ સુધી બોઇંગ 787-8 અથવા તેના ૠઊ ૠઊક્ષડ્ઢ-1ઇ એન્જિન માટે સલામતીના કોઈ સૂચન જાહેર કર્યા નથી, જે સંકેત આપે છે કે, અત્યાર સુધી કોઈ ટેક્નિકલ ખામી સામે નથી આવી.
આગળની તપાસમાં પુરાવા ભેગા કરાશે
અઅઈંઇએ કહ્યું કે, પ્રાથમિક તપાસ કરીને ઊંડી તપાસનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે, જેમાં ઊંડું વિશ્ર્લેષણ કરીને વધુ પુરાવા એકઠા કરવામાં આવશે.
…તો BNSની કલમ 106 મુજબ FIR થવી જોઇએ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટ અનુસાર, અકસ્માતગ્રસ્ત વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચ બંધ હતી. આ રિપોર્ટ પરથી એવુ અનુમાન છે કે આ કોઇ માનવીય ભૂલ હોય શકે જો તે સાબિત થાય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ તેમ એક નિષ્ણાંત ધારાશાસ્ત્રીએ જણાવ્યુ હતુ. આ ઉપરાંત તે વ્યક્તિ સામે ભારતીય ન્યાય સહિતાની કલમ 106 મુજબ તેમની સામે એફઆઇઆર થવી જોઇએ.
- Advertisement -