‘નારાયણનગરમાં સંજય ક્યાં છે આજે તો તેને મારી જ નાખવો છે’ કહી ધમાલ
જૂના ઝઘડાનો ખાર રાખી આચરેલું કૃત્ય : 6 શખસો સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા જયશ્રીબેન બચુભાઇ ચૌહાણ ઉ.25એ અનિલ સંઘાણી, અક્ષય સંઘાણી, હિતેશ ઉર્ફે ઘઉ મકવાણા, સંજય ઉર્ફે માઇકલ, આજે સોલંકી અને સુરેશ સંઘાણી સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તારીખ.25ના રાત્રીના હું તથા મારા માતા મુક્તાબેન તથા મારા મોટા બહેન રંજનબેન અમારા ઘરે હતા ત્યારે અમારી આગળની શેરીમા રહેતા અમારા સમાજના અમારા દુરના સગા અનીલ સંઘાણી તથા તેનો ભાઈ અક્ષય સંઘાણી તથા હિતેશ ઉર્ફે ઘંઉ મકવાણા તથા અનીલનો મિત્ર સંજય ઉર્ફે માઇકલ અમારા ઘરની બહાર શેરીમા આવી સંજય ક્યાં છે આજે તો તેને મારી નાખવો છે. તેમ કહી ગાળો બોલતા હોય જેથી અમો બહાર ગયેલ અને તેઓને કહેલ કે સંજય અમારી સાથે રહેતો નથી તે તેના ઘરે હશે તેમ કહેતા આ લોકોએ ઉશ્કેરાઇને અમને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી અને ચારેયના હાથમા લાકડાના ધોકા હતા જેનાથી અમારા ઘરના દરવાજા પર તથા બારી પર ધોકા મારી તોડફોડ કરવા લાગ્યા હતા અને થોડીવાર પછી સુરેશ સંઘાણી તથા અજય સોલંકી પણ ત્યાં આવી ગયેલ અને તેઓ પણ મને કહેવા લાગેલ કે તારો ભાઈ સંજય ક્યાં છે આજે તો તેને મારી જ નાખવો છે તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી અમો અમારા ઘરની અંદર જઇ દરવાજો બંધ કરી દીધેલ અને આ લોકો બહાર જોર જોરથી ગાળો બોલી ઘરના દરવાજા તથા બારીઓ પર લાકડીઓના ધોકા મારી તોડફોડ કરી જતા રહ્યા હતા બાદ થોડીવારમાં મારા મામાના દિકરા અમીતભાઇના પત્ની હેમાંશીબેન અમારા ઘરે આવેલ અને અમોને કહેલ કે, અનીલ સંઘાણી તથા તેનો ભાઇ અક્ષય સંઘાણી તથા હિતેશ ઉર્ફે ઘંઉ મકવાણા તથા અનીલનો મિત્ર સંજય ઉર્ફે માઇકલ અમારા ઘરે આવેલ હતા અને કહેલ કે તારો ઘરવાળો અમીત ક્યાં છે તે સંજય સાથે ફરે છે તેને પણ મારવો છે તેમ કહી ગાળો બોલી અમારા ફળીયામા રહેલ અમારી પાલતુ કુતરી (ટીનુ)ને આ ચારેયે લાકડાના ધોકા વડે મારવા લાગ્યા હતા જેથી હું ભાગીને અહી આવતી રહી છુ તેમ વાત કરેલ હતી બાદ અમો તેમના ઘરે જઇ જોતા ઘરના દરવાજા તથા બારીઓ તોડી નાખેલ હતી અને કુતરી મરી ગઈ હતી જેથી અમો ખુબ જ ડરી ગયેલ હતા આજરોજ મારો ભાઇ રવિ ચૌહાણ જે ઉજ્જૈન ગયેલ હોય તે તથા મારો બીજો ભાઇ સંજય આવી જતા ફરિયાદ નોંધાવી હતી.
આમ આ બનાવ બનવાનુ કારણ એ છે કે મારા ભાઇ સંજય સાથે આ લોકો ને અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખા2 રાખી મારા ઘરે આવી ” તારો ભાઈ સંજય ક્યાં છે આજે તો તેને મારી જ નાખવો ” તેમ કહી ધમકી આપી અમારા ઘર ના દરવાજા તથા બારીઓ તોડી નાખી નુકશાન કરી તેમજ અમારા સગા હેમાંશીબેનના ઘરે જઈ તેઓના ઘરના દરવાજા તથા બારીઓ તોડી નાખી નુકશાન કરી તેમજ તેઓની પાલતુ કુતરીને ધોકા વતી માર મારી મારી નાખેલ હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



