દીકરીની દુલ્હન બનવાની અંતિમ ઈચ્છા,માતા-પિતાએ બૉયફ્રેન્ડ સાથે કરાવ્યા લગ્ન: દીકરીનું 12મા દિવસે નિધન
10 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક હોય ત્યારે તેની અંતિમ ઈચ્છા સ્વીકારવી જોઈએ. હાલમાં અમેરિકામાં રહેતી એક બાળકીના માતા-પિતાએ પણ તેની અંતિમ ઈચ્છા સ્વીકારી હતી. અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી 10 વર્ષની એમા એડવર્ડ્સ હવે આ દુનિયામાં નથી.એમા એડવર્ડ્સની ઈચ્છા દુલ્હન બનવાની હતી ત્યારે તેના માતા-પિતાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યા અને થોડા દિવસ બાદ જ નિધન થઈ ગયું હતું.
હવે આ બાળકીની ઈચ્છા તેના માતા-પિતાએ પૂર્ણ કરતા તેની ચર્ચા ચો-તરફ થઈ રહી છે. એમા એડવર્ડ્સ અને ડેનિયલ માર્શલ ક્રિસ્ટોફર વિલિયમ્સે 29 જૂને એક મોટા સેલિબ્રેશન સાથે લગ્ન કર્યા હતા. દુ:ખની વાત એ છે કે લગ્નના થોડા 12 દિવસો બાદ જ તેણીનું અવસાન થયું હતું. આ લગ્ન માત્ર તેનું મન રાખવા માટે કરવામાં આવ્યા હતા હકીકતમાં યુવતી લગ્નના બંધનમાં બંધાઈ ન હતી. તેની માતા એલિનાએ જણાવ્યું હતું કે તેની પુત્રીનું સ્વપ્ન તેના 10 વર્ષના બોયફ્રેન્ડ ડેનિયલ માર્શલ ક્રિસ્ટોફર વિલિયમ્સ જુનિયર સાથે લગ્ન કરવાનું હતું જેને ડીજે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક સમયે પોતાને દુલ્હન તરીકે જોવા માંગતી હતી જ્યારે તેઓ 8 વર્ષના હતા ત્યારે આ દંપતીએ શાળામાં લંચ ટાઈમ દરમિયાન ’લગ્ન’ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મિત્રો અને પરિવારજનોએ એમાનું સ્વપ્ન સાકાર કરવાનું નક્કી કર્યું હતું.
10 વર્ષની એમા એડવર્ડ્સને હતી કેન્સરની બિમારી
અમેરિકાની ઉત્તર કેરોલિની રહેવાસી એમા એડવર્ડ્સને એપ્રિલ 2022માં લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા હોવાનું જાણવા મળ્યું. આ રક્ત અને અસ્થિ મજ્જાનું કેન્સર છે જે સફેદ રક્ત કોશિકાઓને અસર કરે છે. આ કેન્સર બાળપણમાં જ થાય છે. તેના પરિવારને આશા હતી કે તે જીવલેણ રોગને હરાવી શકશે તેમ છતાં આ વર્ષે જૂનમાં તેમને ભયંકર સમાચાર મળ્યા હતા કે તેણીનું કેન્સર અસાધ્ય હોવાથી તેણીને જીવવા માટે થોડા દિવસો જ બાકી છે.



