ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના બિલખા રોડ ઉપર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બે દિવસ પહેલા રાત્રિના સમયે દીપડોએ કુતરાનો શિકાર કર્યો હતો. આ ઘટનાનાં સીસીટીવીમાં કેદ થઇ છે.જૂનાગઢની ફરતે બોર્ડર એ જંગલ વિસ્તાર છે. જૂનાગઢના બિલખા રોડ ઉપર આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટર જંગલથી તદ્દન નજીક છે, ત્યાં અવારનવાર દીપડાઓ આવી ચડે છે. બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો પોલીસ ટ્રેનિંગ સેન્ટરના બેરેકમાં ઘૂસી ગયો હતો અને ત્યાં રહેલ કુતરાનો શિકાર કર્યો હતો.
આ સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જંગલ બોર્ડનાં જૂનાગઢનાં વિસ્તારમાં અવારનવાર દીપડા આવી ચડે છે અને રખડતા પશુ, કુતરાનો શિકાર કરે છે. હાલ જૂનાગઢમાં મંગલધામમાં પણ દીપડાનાં આંટાફેરાને લઇ લોકોમાં ભયનો માહોલ છે.