વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવની કારે એક સિનિયર સિટીઝનને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. કોઠારીયા નજીકથી વૃદ્ધ પસાર થતા હતા ત્યારે શાસક પક્ષના નેતાની કારે તેમને અડફેટે લેતા તેમને તાત્કાલિક સારવાર
માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની જાણ થતાં લીલુબેન જાદવ પણ સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. જોકે સમગ્ર મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
પ્રાપ્ત વિગત મુજબ 60 વર્ષીય રાઘવજીભાઈ ઢોલરીયા કારખાનાથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી શાસક પક્ષના નેતાની કારે તેઓને અડફેટે લેતા તેઓ રસ્તા પર ફંગોળાયા હતા. આ બનાવના પગલે સ્થાનિકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત તેમને સારવારમાં ખસેડાયા હતા. આ અંગની જાણ થતાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.