જાફરાબાદ બંદરને અપૂરતી સુવિધાઓથી મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
જાફરાબાદ એક ધમધમતું બંદર છે. આ બંદરમાં અંદાજે 800થી 900 બોટો માછીમારી કરે છે. બંદરમાં માછીમારી કરતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આ બંદરમાં (બુમ્બ્લા) એટલે બોમ્બેડગ માછલીનું મહત્વ નું કેન્દ્ર છે. જાફરાબાદ ધમધમતો માછીમારી ઉધોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ સાગરખેડૂતોની પાયાની સુવિધાઓ પણ આપવામા આવી નથી. અહીં મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી કે જે જર્જરીત હાલતમાં જોવા મળી છે. અને ફિશરીઝ કચેરી જિલ્લા કક્ષાની કચેરી હોવા છતાંપણ નવનિર્માણ થતું નથી. આ કચેરીમાં આવતા બંદરો જેમા નવાબંદર, સૈયદ રાજપરા, સિમર, શિયાળબેટ, જાફરાબાદ અન્ય મહત્વના બંદરોનો સમાવેશ થાય છે. પરંતુ આ કચેરીમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની જગ્યા પર ખાલી પડેલ છે. હાલમાં માછીમારી સિઝન બંધ હોય આ કચેરીનું નવનિર્માણ ક્યારે કરવામાં આવશે તેવો સવાલ ઉઠ્યો છે. તાઉતે વાવાઝોડા દરમિયાન કચેરીની ફરતે આવેલ કમ્પાઉન્ડની દિવાલો વેરવિખેર હાલતમાં છે. તેમજ કચેરીનું નવું બાંધકામ થતું નથી. ત્યારે જાફરાબાદ બંદરને આધુનિક ફિશરીઝ કચેરી ક્યારે બનશે તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યો છે.
અને બંદર વિસ્તારમાં તેઓને ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા આપવામાં આવી નથી તેથી આ વિસ્તારમાં અનેક વખત આગના બનાવ બને છે. ત્યારે વાહનથી માંડીને ફિશિંગ બોટ સળગીને રાખ થઈ ગઈ છે. છતાંપણ જવાબદાર તંત્ર આ મુદ્દે પણ ગંભીર બન્યુ નથી. નાના મોટા આગના બનાવ બને ત્યારે આ વિસ્તારથી દુર આવેલ કંપનીના ફાયરબ્રિગેડ બોલાવવામાં આવે છે. જેથી આ બંદર વિસ્તારમાં ફાયર ફાઈટર જેવી પાયાની સગવડ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બની છે. ખાસકરીને બંદરની ખાંડી તાઉતે વાવાઝોડા દરમિયાન બૂરાઇ ગયેલ હોવાથી બોટોને દરિયામાંથી બહાર કાઢવા માટે માછીમારોને મહામુસીબતે જેટી સુધી પહોંચવા મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે હવે જવાબદાર તંત્ર દ્વારા ધ્યાન આપી જાફરાબાદની મત્સ્યધોગ કચેરીનું નવુ નવનિર્માણ કરવામા આવે તેમજ જાફરાબાદ બંદર અપુરતી સુવિધાઓનો હલ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.