5 દિવસ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ
અમદાવાદ, ડિસા, રાજકોટમાં તાપમાનનો પારો જશે 40 ડિગ્રીને પાર
- Advertisement -
હોળી પૂર્વે જ વાતાવરણમાં ગરમીનું જોર વધશે
લોકો ગરમીથી બચવા કેપ, એ.સી. અને ઠંડાપીણાનો લઈ રહ્યા થે સહારો
ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગે ચેતવણી આપતાં જાહેર કરી દીધું છે કે આગામી 5 દિવસ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે મંગળવાર અને બુધવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો નોંધાઈ શકે છે.
- Advertisement -
હોળી પૂર્વે જ ગરમીએ પોતાનો પ્રકોપ શરૂ કરતાં જ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીને પાર પહોચ્યું છે. જ્યારે હવામાન વિભાગે આ વર્ષમાં રાજ્યમાં 40 ડિગ્રી સુધી ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતવાસીઓએ હોળીમાં ગરમીના સખત તાપને સહન કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને ગુજરાતને એન્ટ્રી સાઈકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીરે ધીરે ગરમીમાં વધારો થવાની સંભાવના છે. રાજ્યનાં 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો પણ ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભૂજ સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદ, સુરત, ડીસા, ભુજ અને રાજકોટમાં તો 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો જવાની સંભાવના છે. સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં હિટવેવનું મોજું ફરી વળ્યું છે. લોકો ગરમીથી બચવા કેપ, એ.સી., ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે.


