ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી પસાર થતા નેશનલ હાઈવેમાં દર ચોમાસે તો પાણી ભરાઈ રહે છે પરંતુ ભર ઉનાળે થયેલ માવઠામાં નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયા અજાણ્યા વાહન ચાલક આ રસ્તા ઉપર ઘણી વખત થાપ ખાઈ જતા હોય છે આ ભયંકર વળાંકમાં રેલિંગ પણ નથી અને મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલ છે અધિકારીઓને માનવ જિંદગીનું મૂલ્ય સમજાય તો વધારે સારું એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.



