રીસેન્ટ ટ્રેન્ડસ એન્ડ ઇનોવેશન્સ ઈન આઈઓટી વિષય પર સંશોધનપત્રો રજૂ થશે.
એ.આઈ.સી.ટી.ઈ ના ચેરમેન ડૉ.ટી.જી. સિતારામ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં તા. 19 અને 20 સપ્ટેમ્બરનાં રોજ એ.આઈ.સી.ટી.ઈ એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, આઈ.એસ.ટી.ઈ એટલે કે ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન અને વીવીપીના સંયુક્ત ઉપક્રમે નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું છે. રીસેન્ટ ટ્રેન્ડસ એન્ડ ઇનોવેશન્સ ઈન આઈઓટી થીમ ઉપર યોજાનાર આ કોન્ફરન્સમાં દેશના વિવિધ ભાગોમાંથી સંશોધનપત્રો આવ્યા છે. આ કોન્ફરન્સમાં એ.આઈ.સી.ટી.ઈ ના ચેરમેન પ્રો. ડો. ટી.જી. સીથારામ, આઈ.એસ.ટી.ઈ ના ગુજરાત સેકશનના ચેરમેન ડો. સચિન પરીખ, નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. હિમાંશુ સોની, જીટીયુના આઇટી સેલના ડો. બી.વી.બુદ્ધદેવ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડો. ઉજ્જવલ પટેલ વગેરે હાજર રહેવાના છે. કોન્ફરન્સની થીમ આઈ.ઓ.ટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં થતા રહેતા આધુનિક સંશોધનો પર આધારિત છે. આઇ.ઓ.ટી એવી પ્રણાલી છે કે જે સોફ્ટવેરના ઉપયોગ દ્વારા હાર્ડવેરને ચલાવી શકે છે. સ્માર્ટ હોમ ઓટોમેશન, હેલ્થ ટ્રેકિંગ ડિવાઇસ, એનર્જી મેનેજમેન્ટ, ડેટા ડ્રીવન સિસ્ટમ્સ, રીમોટ મોનિટરિંગ એન્ડ સર્વેલન્સ, સપ્લાય ચેન મેનેજમેન્ટ જેવા અનેક કાર્યો કરી શકે છે. તેના ઉપયોગો અને તેમાં ચાલતા રહેલા અત્યાધુનિક સંશોધનો પર દેશભરના સંશોધકોએ લખેલા સંશોધનપત્રો રજૂ થશે. આ માટે ઇઝીચેર પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. ગુજરાત તથા ગુજરાત બહારના રાજ્યો અને વિદેશથી પણ પેપેર આવ્યા છે. પ્રિન્સિપાલ ડો. પીયુષભાઈ વણઝારા ના માર્ગદર્શન હેઠળ ડો. તેજસ પાટલીયા, ડો. દર્શનાબેન પટેલ, ડો. પરેશ ધોળકિયા, ડો. અલ્પેશ આડેસરા, ડો.દીપેશ કામદાર, ડો. મૌલિક ધામેચા, ડો. શિલ્પા કાથડ, ડો. વિજય વ્યાસ, ડો. વિશાલ નિમાવત, ડો. તેજસભાઈ શાહ અને સમગ્ર કર્મચારીગણ જહેમત ઉઠાવી રહ્યા છે. આ આ કોન્ફરન્સ સફળ રહે તે બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ માણીયાર, ડો. નરેન્દ્રભાઈ દવે અને ડો. નવીનભાઈ શેઠ તથા પ્રિન્સીપાલ પીયુષભાઈ વણઝારા શુભેચ્છાઓ પાઠવે છે.



