બે દિવસ પહેલાં પોતાના બંને બાળકોને ઝેર આપી હત્યા કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલમાં ત્રણેક દિવસ પૂર્વે માનવતાને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સગા પિતા પોતાના માસૂમ પુત્રોને ઝેરી દવા ખવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા. બાળકોને ભોજનમાં ઝેરી દવા ખવડાવી હતી. પિતાની પોલ ગોંડલ પોલીસે ખોલી હતી. ફોરેન્સીક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાપની શર્મનાક કરતુતો ભાંડો ફુટ્યો હતો. બાપને સંતાન પોતાના ન હોવાની શંકા હતી. તે શંકાના કારણે તેણે પોતાના બંને બાળકોની ઠંડે કલેજે હત્યા કરી હતી. આ બનાવમાં જેલમાં ધકેલાયેલા પિતાએ ગોંડલની જેલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
વધુ વિગતો મુજબ, ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણાના પુત્રો રોહિત અને હરેશને બે દિવસ પહેલા દરગાહમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થઇ હતી. બાદમાં બંને ભાઇના મોત થયા હતાં. જેમાં બંન્ને મૃતકોના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા ખુદ પિતાએ જ બંન્ને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ અંગે વિગતો આપતા ગોંડલના ઉુજઙ ઝાલાએ જણાવ્યું કે, લગ્ન જીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે ચારિત્ર્યની શંકાને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. આજથી 15 દિવસ અગાઉ જ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થયા હતા. જે બાદ બંન્ને બાળકો પિતા પાસે જ રહેતા હતા. પતિ વારંવાર પત્નીને કહેતો હતો કે, આ બંન્ને બાળકો મારા નથી. બંન્ને બાળકો પોતાના નહીં હોવાની શંકાને આધારે ખુદ પિતાએ જ બંન્નેને ઝેર પાઈને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પિતાએ કબૂલ્યું હતું.
હાલ તો પોલીસ બાળકોને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ કરીને ગોંડલની જેલમાં ધકેલાયા હતા. જેલમાં રહેલા બાળકોના પિતાએ આઘાતમાં આવી બેરેકમાં આવેલા ટોયલેટમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવની જાણ થતાં જ ગોંડલ પોલીસ, ડેપ્યુટી કલેકટર અને એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલમાં ખસેડાયો છે.