હિમોફિલિયાની સારવારમાં આ દવાનો ઉપયોગ થાય છે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકન કંપની ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ઋઉઅ) દુનિયાની સૌથી મોંઘી દવાને માન્યતા આપી છે. આ દવાની કિંમત એટલી વધુ છે કે દુનિયાના મોટાભાગના લોકો તેને ખરીદી શકતા નથી. હીમોફીલિયા (વયળજ્ઞાવશહશફ)ની સારવારમાં કામ આવતી આ દવાનો એક ડોઝ 2-5 લાખમાં નહિ પરંતુ રૂૂ. 28 કરોડની કિંમત ધરાવે છે. આ દવાનું નામ હેમજેનિક્સ છે અને તે ઈજજ બેહરિંગ નામની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવી છે. હિમોફિલિયા એ એક પ્રકારનો લોહીનો વિકાર છે. જે એક આનુવંશિક રોગ છે અને બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. હિમોફીલિયાના કારણે શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને તેના કારણે શરીરમાંથી વહેતું લોહી ઝડપથી બંધ થઈ શકતું નથી. આ રોગ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. હિમોફીલિયા મુખ્યત્વે બે પ્રકારના હોય છે. હિમોફિલિયા ટાઇપ અ અને હિમોફિલિયા ટાઇપ ઇ. જેમાં ઈજજ બેરિંગની દવા હિમોફીલિયા ટાઇપ ઇમાં અસરકારક છે.
આ દવા માત્ર એક જ વાર આપવામાં આવે છે. જેની અસરના ભાગ રૂૂપે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં કારણે બ્લીડિંગના કેસમાં 54 ટકાનો ઘટાડો થયો છે. હાલ હીમોફીલિયાની સારવાર માટે ઋફભજ્ઞિિં ઈંડનો ઉપયોગ કરવામાં આવે છે. પરતું આ સારવાર પણ ઘણો સમય લે છે અને થોડી ખર્ચાળ પણ છે. જયારે હેમજેનિક્સના એક જ ડોઝથી દર્દીઓ નિયમિત સારવારની ઝંઝટમાંથી મુક્તિ મળે છે પરંતુ તેની કિંમત ઘણી વધારે છે. તેમજ નિષ્ણાતો એવો દાવો કરે છે કે તેની કિંમત વધુ છે પરંતુ તેની સફળતાની શક્યતાઓ
પણ વધુ છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લિનિકલ એન્ડ ઇકોનોમિક રિવ્યૂ અનુસાર હેમજેનિક્સ સૌથી મોંઘી દવા છે. આ સંસ્થા દવાઓ અને અન્ય તબીબી ઉત્પાદનોની કિંમતનું મૂલ્યાંકન કરે છે. તેમના મુજબ ઝિન્ટેગ્લો (2.8 મિલિયન) અને ઝોલજેન્ઝમા (2.1 મિલિયન) દવા જેનો ઉપયોગ સિંગલ-ડોઝ જીન થેરાપી માટે કરવામાં આવે છે, તેની તુલનામાં હેમજેનિક્સ ખૂબ જ મોંઘી છે.
અન્ય દવાઓ કરતા જીન થેરાપીમાં વપરાતી દવાઓ ખુબ જ મોંઘી હોય છે. આ દવા તેની કલીનિકલ, સામાજિક, આર્થિક અને ઇનોવેટીવ વેલ્યુને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે. આ ઉપરાંત કંપનીનું કહેવું છે કે આ સિંગલ ડોઝ થેરાપી હોવાથી આ દવાનો ખર્ચ હિમોફિલિયા ટાઇપ ઇની સારવાર માટે પહેલાથી જ વાપરવામાં આવતા ઇન્જેક્શનથી ઓછો થાય છે. હિમોફિલિયા ટાઇપ ઇની સારવાર જૂની પદ્ધતિથી કરવામાં આવે તો આખી જીંદગીમાં એ દર્દી એ બે કરોડ ડોલર ખર્ચ કરવા પડી શકે છે. જયારે હેમજેનિક્સનો ખર્ચ 35 લાખ ડોલર છે. જો આ રીતે જોવામાં આવે તો આ દવા સસ્તી કહી શકાય.
- Advertisement -
હિમોફીલિયા બી શું છે?
ચાલીસ હજાર લોકોમાંથી લગભગ એક વ્યક્તિ ’હિમોફીલિયા બી’ રોગથી પીડાય છે. જે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. આ રોગ જિનેટિક કોડમાં ગરબડને કારણે થાય છે. જેમાં વ્યક્તિના શરીરમાં ફેક્ટર 9 નામનું પ્રોટીન હોય છે, જે લોહીના ગંઠાઈ જવા માટે જરૂૂરી છે, તે ઉત્પન્ન થતું નથી. જેના કારણે વ્યક્તિમાં જીવલેણ રક્તસ્રાવ પણ થઇ શકે છે. તેની સારવાર અર્થે વ્યક્તિને ઘણા અઠવાડિયા સુધી ફેક્ટર 9 ના ઇન્જેક્શન લેવા પડે છે. પરંતુ હેમજેનિક્સમાં પ્રયોગશાળા દ્વારા બનાવેલા વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જનીન હોય છે, જે ફેક્ટર 9 ઉત્પન્ન કરે છે. જેના કારણે લોહી ગંઠાઈ શકે છે.