બે બેન્કોના ખાનગીકરણ; ક્રિપ્ટો બિલ આ સત્રમાં રજૂ થવાની સંભાવના નહીવત
રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સહિતના એજન્ડા સાથે આજથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર ભારે તોફાની બની રહે તેવા સંકેત છે. એક તરફ સરકારે આ સત્રમાં સહકારી બેન્કો ખાસ કરીને મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ બેન્કોની રાષ્ટ્રીય સ્તરે ભૂમિકા વધારવા અને દેશમાં પર્યાવરણની દ્રષ્ટીએ બહેતર વાતાવરણ કરવા કાર્બન ટ્રેડીંગ વિ.ને નિયમન કરતા ખરડા સહિત 12 જેટલા ખરડા રજુ કરવા તૈયારી કરી છે
- Advertisement -
વિપક્ષો વિરોધના દારૂગોળા સાથે બન્ને સદનમાં મોંઘવારી-અગ્નિપથ યોજના-સરકારી એજન્સીઓના દુરઉપયોગ સહિતના મુદા ઉઠાવશે
તો બીજી તરફ વિપક્ષો, મોંઘવારી, જાતિ આધારીત વસ્તી ગણતરી, સૈન્યમાં અગ્નિવીર યોજના, કેન્દ્રીય એજન્સીઓના દૂર ઉપયોગ વિ. મુદે સરકારને ભીડવવા તૈયાર છે. તા.12 ઓગષ્ટ સુધી ચાલનારા આ સત્રમાં દેશને તા.21ના રોજ નવા રાષ્ટ્રપતિ મળશે. તેને આ સત્રમાં આવકારવા આવશે તો બીજી તરફ તા.6 ઓગષ્ટ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાને અને એનડીએ તથા યુપીએ એ તેના ઉમેદવારોની જાહેરાત કરી છે તેથી હવે રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિ માટે પણ શાસક મોરચો નિશ્ચીત બનાવશે. બીજી તરફ બહુ ચર્ચામાં રહેલા સૈન્યમાં અગ્નિપથ, ભરતી મુદે વિપક્ષોનો મુકાબલો કરવાની જવાબદારી સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહને સોપાઈ છે.
મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કોની ભૂમિકા વધારવા સહિતના 12 ખરડાઓ મંજુર કરાવવા સરકારની તૈયારી
- Advertisement -
સરકારે આ સત્ર માટે બે મહત્વના જાહેર ક્ષેત્રોના ખાનગીકરણ પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણનું બિલ હજુ આ સત્રમાં રજૂ કરે તેવી શકયતા નહીવત છે તો બીજી તરફ ક્રિપ્ટોકરન્સી અંગે સરકારની નીતિ અંગે પણ વર્તમાન સત્રમાં કોઈ ખરડો રજુ થાય તેવી ધારણા નથી. સંસદના આ સત્ર બાદ મહત્વપૂર્ણ ગુજરાત અને હિમાચલ પ્રદેશ તથા સંભવત જમ્મુ-કાશ્મીરની ધારાસભા ચૂંટણીઓ યોજાશે અને દેશમાં નુપુર શર્મા, કાંડ, ઉદેપુરમાં જહાદી દ્વારા આઈએસ સ્ટાઈલથી કરાયેલી કત્લ સહિતના મુદા પણ ઉછળશે તે નિશ્ચીત છે.
સર્વપક્ષીય બેઠક: મોદીની ગેરહાજરીથી વિપક્ષો નારાજ
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર પુર્વે ગઈકાલે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર નહી રહેતા વિપક્ષોએ નારાજગી દર્શાવી હતી. આ સતત બીજી વખત વડાપ્રધાને આ બેઠકમાં હાજરી આપી હતી.