મતના બદલામાં વિકાસ કામો કરી આપવા મળ્યા MLA લવિંગજી ઠાકોરે કરી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાધનપુર, તા.7
- Advertisement -
લોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી બની રહે. ત્યારે જો જનતાને કોઈ સમસ્યા હોય તો તેઓ નિર્ભયપણે સરકારમાં રજૂઆત પણ કરી શકે છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. રજૂઆતમાં મતના બદલામા પ્રશ્નો ઉકેલવા અને વિકાસ કામો કરી આપવા વિનંતી કરી છે. રજૂઆતમાં ધારાસભ્ય લવિંગજીએ ઉલ્લેખ કર્યો છે કે રાધનપુર વિધાનસભાએ ભાજપને જિલ્લામાં સૌથી વધુ 34706 મતોની લીડ અપાવી છે. જેથી વિસ્તારના લોકોના વિકાસ કામો કરી આપવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.