સોમનાથમાં પ્ર.પાટણ અને સોમનાથને જોડતો રસ્તો બંધ કરી દેવાતા મામલો ગરમાયો ’તો
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ તીર્થનો વિકાસ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નજીકના પ્રભાસ પાટણ શહેરના રસ્તાઓ બંધ કરાતા સોમનાથના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમા ધારાસભાનું સત્ર પૂર્ણ કરી સિધા જ સોમનાથ પહોંચ્યા હતા. નાના વેપારીઓ માટે જો ઉકેલ ન આવે તો આંદોલન અને ઉપવાસ કરવાની પણ તૈયારી બતાવી હતી.
સોમનાથ મંદીર નજીક આવેલ પ્રભાસ પાટણના રસ્તા ઓ બંધ કરાતા સ્થાનીકોમા આક્રોશ ફેલાયો હતો.જેને પગલે સ્થાનીકોએ કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું હતું અને કોઈ ઊકેલ લાવવા કલેક્ટરે જણાવ્યૂ હતૂ.ત્યારે બે દિવસ પૂર્વે ઘટેલી આ ઘટના બાબતે સ્થાનિકોએ સોમનાથના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમા ને ગાંધીનગર ખાતે જાણ કરી હતી.જેના પગલે ધારાસભાનૂ સત્ર પૂર્ણ થતા વિમલ ચુડાસમા સોમનાથ પહોંચ્યા હતા અને તેમણે લોકોને સાથે રાખી અને સ્થળની મુલાકાત લીધી હતી. જો ઉકેલ ન આવે તો સ્થાનિકોની સલાહ લઈ અને આંદોલન સાથે ઉપવાસ પણ પોતે કરશે તેવું તેવું ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું.



