ખાસ-ખબર સંવાદદાતા
મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમના પ્રથમ તબક્કાની ઉજવણીને મળેલ અભૂતપૂર્વક સફળતા બાદ ભારત સરકાર અને ગુજરાત સરકારની સુચના અનુસાર ફરી એકવાર વોર્ડ વાઈઝ અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.
આ આયોજનના સંદર્ભે વિધાનસભા-68 ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા સહિતના હાજર રહ્યા હતા.