જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીમાં વિજય સંકલ્પને સાકાર કરવા આહવાન
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચુંટણીની તૈયારીના ભાગ રૂપે લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનનો સાથ મેળવી ભવ્ય વિજય સંકલ્પને સાકાર કરવા સૌએ આહવાન કર્યું હતુ
આ બેઠકમાં લોકસભાના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ, લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમા તેમજ જુનાગઢ શહેર પ્રભારી નીમુબેન બાંભણીયા, જુનાગઢ શહેર પ્રમુખ પુનિતભાઇ શર્મા, જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, ગીરસોમનાથ જીલ્લા પ્રમુખ મહેંદ્રભાઇ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામા આવ્યુ હતુ ત્યારબાદ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલે શબ્દો દ્વારા સૌનુ સ્વાગત કર્યુ હતુ ત્યારબાદ ગીરસોમનાથ જીલ્લા પ્રમુખ મહેંદ્રભાઇ, પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યુ હતુ
બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમાએ પોતાના વક્તવ્ય મા જણાવ્યુ હતુ કે આગામી 10 તારીખે આપણા વિશ્વ સન્માનીય પ્રધાનમંત્રી નરેંદ્રભાઇ મોદી 91000 આવાસો નુ લોકાર્પણ કરવાના છે ત્યારે ગુજરાતની 182 વિધાનસભામા આ કાર્યક્રમ થવાનો છે ત્યારે આપણા સંસદીય વિસ્તાર ની સાત વિધાનસભામા પણ પાંચ હજાર થી વધુ લોકોની ઉપસ્થીતીમા આ કાર્યક્રમ યોજાય તેવી વિનંતી કરી હતી તેમ મહાનગર મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.