જંગલેશ્ર્વરમાં દરોડો, છ મહિનાથી લેબોરેટરી ચાલતી’તી
આરોપીને ખાસ સુવિધા !
ગઇકાલે જંગલેશ્ર્વરમાં ડિગ્રી વગર સ્પર્શ નામની લેબોરેટરી ચલાવતા ઇર્શાદ ફિરોઝ નકાણીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા બાદ આજે ગુરુવારે પ્રેસકોન્ફરસમાં આરોપીઓને ઉભા કરવામાં આવતા હોય છે ત્યારે ઇર્શાદને ખાસ સુવિધાઓ આપવામાં આવી હતી અને તેને બેસવા માટે ખુરશી પણ આપવામાં આવી હતી.
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની મહામારીમાં કેટલાક લેભાગુ તત્ત્વોએ તબીબી ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકેની કામગીરી કરી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા ત્યારે આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
- Advertisement -
જંગલેશ્વરમાં ખ્વાઝા ચોક પાસે આવેલી સ્પર્શ લેબોરેટરીમાં લેબોરેટરી સંચાલક ઇર્શાદ ફિરોઝ નકાણી બી.એસ.સી (માઇક્રો) કે ડીએમએલટીની ડિગ્રી વગર લેબોરેટરી ચલાવતો હોવાની માહિતી મળતાં પોલીસ સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. પોલીસે નકલી દર્દીને એ લેબોરેટરીમાં મોકલ્યો હતો અને તે દર્દીએ સીબીસી-સીઆરપી રિપોર્ટ કરાવ્યો હતો, ઇર્શાદ નકાણીએ એ દર્દીના લોહીનું સેમ્પલ લઇને રૂ.400 વસૂલ્યા હતા અને થોડીવાર બાદ રિપોર્ટ તૈયાર કરી પોતાની સહી કરી તે રિપોર્ટ દર્દીને આપ્યો હતો, તે સાથે જ પીએસઆઇ અંસારી સહિતની ટીમ લેબોરેટરીમાં પહોંચી ગઇ હતી અને ઇર્શાદ પાસે જરૂરી ડિગ્રી માગતાં જ તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇર્શાદ નકાણીએ બીસીએનો અભ્યાસ કર્યો હતો અને અગાઉ એક લેબોરેટરીમાં નોકરી કરતો હતો, અને છ મહિનાથી જંગલેશ્વરમાં પોતાની જ લેબોરેટરી ચાલુ કરી દીધી હતી.
- Advertisement -



