આડાસંબંધની મહિલાને જાણ હોય હત્યા કર્યાની પોલીસમાં કબુલાત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં સુખનાથ ચોકમાં રસ્તા પર ચાલીને જતા મહિલાનું કાર અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટનાની તપાસ કરતા જાણી જોઇને અસ્માત કર્યાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસને તપાસ કરી એક શખ્સની અટક કરી છે.
હત્યા કરનાર કાર ચાલકને આડાસંબંધ હોય જેની જાણ મહિલાને હોય તેની હત્યા કર્યાની કબુલાત આપી હતી.પોલીસને આ શખ્સની ઉનાથી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુબજ જૂનાગઢ શહેરના સુખનાથ ચોક નજીક એકલા રહેતા હસીનાબેનને તા.10 ના સવારે સાત વાગ્યે એક અજાણ્યા કારચાલકે હડફેટે લઇ કચડી નાખ્યા હતા અને હસીનાબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે હસીનાબેનના ભાઇ રફીકભાઇ ચૌહાણે ફરિયાદ કરતા પોલીસે અકસ્માત અંગે કારચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનામાં એસપી રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટી, એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ એન.એ. શાહ સહિતના સ્ટાફે સીસીટીવી કેમેરા તપાસતા આ અકસ્માત જાણી જોઇને કર્યો હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ કારના આધારે કારચાલક આદિલખાન હનીફખાન લોદી હોવાનું સામે આવ્યું હતું અને આદિલ હાલ ઉના તેના માસીને ત્યાં હોવાની બાતમી મળતા એલસીબીએ આદિલને ઉનાથી પકડી લઇ પૂછપરછ કરતા પહેલા તો તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. બાદમાં તેણે કબુલાત આપી કે, પોતાને આડાસંબંધ હતો તે અંગે હસીનાબેન જાણતા હતા અને આદિલના ઉના પંથકમાં સંબંધ નકકી કર્યો હતો.
હસીનાબેન ત્યાં જાણ કરી દેશે તો તેની બદનામી થશે તેમ માની તા.10ના સવારે હસીનાબેન પર કાર ચડાવી હત્યા કરી હતી. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ સીસીટીવી કેમેરાના આધારે હત્યા થયાનું ખુલ્યું છે અને આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી દેવામાં આવ્યો છે.