ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. છેલ્લા કેટલાક મહિનાથી સિવિલ હોસ્પિટલનો મેઇન ગેઇટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી દર્દીઓને જામનગર રોડ તરફના ગેઇટમાંથી જવુ પડતુ હતુ જો કે, નવા ગેઇટની કામગીરી પૂર્ણતાના આરે છે અને આવતા સપ્તાહે નવો ગેઇટ શરૂ કરવામાં આવશે. ત્યારે જામનગર રોડ પર આવેલા મેડિકલ કોલેજનો મુખ્ય પ્રવેશદ્વારનો એક ભાગ ધરાશાયી થયો છે સવાલ એવો પણ થાય કે તંત્ર હજુ આખો ગેટ પડવાની કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે હજુ આ જર્જરીત ગેટ મેડિકલ કોલેજનો મુખ્ય પ્રવેશદ્વારનું સમારકામ થશે કે નહીં તે અંગે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.
સિવિલ હૉસ્પિટલમાં મેઈન ગેટ ખુલ્લો નથી મુકાયો ત્યાં મેડિકલ કોલેજનો મુખ્ય પ્રવેશદ્વારનો એક ભાગ ધરાશાયી



