ફરી શુક્ર રાશિ બદલવા જઈ રહ્યો છે. 7 ઓગસ્ટ 2022ની સવારે લગભગ 5 વાગ્યે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
જ્યોતિષીમાં શુક્રને પ્રેમ, રોમાન્સ, સુખ-સુવિધા, વૈભવ,વૈવાહિક સુખ, સૌંદર્ય અને કળાનો કારક માનવામાં આવ્યો છે. જો કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય તો એ વ્યક્તિ સુખી જીવન જીવે છે. તેની લવ લાઈફ સારી રહે છે. ત્યાં જ શુક્રનું ગોચર કે તેમાં કોઈ પણ પરિવર્તન દરેક રાશિના જાતકો પર અસર પાડે છે. એક વખત ફરી શુક્ર રાશિ બદલવા જઈ રહ્યો છે. 7 ઓગસ્ટ 2022ની સવારે લગભગ 5 વાગ્યે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તે 31 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે અને તે પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
- Advertisement -
આ સમય 5 રાશિના લોકો માટે ખૂબ સારો રહેવાનો છે:
મેષ
મેષ રાશિના જાતકો માટે શુક્ર ગોચર શુભ રહેશે. એમને કરિયરમાં જબરદસ્ત લાભ મળી શકે છે. પ્રમોશન, વેતન વૃધ્ધિ થવાના સારા યોગ બની રહ્યા છે. સાથે જ તમારા કામને નામ પણ મળશે.
- Advertisement -
વૃષભ
શુક્ર ગોચર વૃષભ રાશિના લોકો માટે પણ ઘણું સારું સાબિત થવા જઈ રહ્યું છે. નવી જોબની ઓફર મળી શકે છે. સાથે જ જે લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે એમને સારી જગ્યાથી ઓફર મળી શકે છે અને જે લોકો નીકરી બદલવાનો વિચાર નથી કરી રહ્યા તેને પ્રમોશન મળી શકે છે.
મિથુન
મિથુન રાશિના લોકોને શુક્ર પરિવર્તનથી ઘણો લાભ થઈ શકે છે. એમના માટે આ સામે પ્રેમ સંબંધો માટે ખાસ રહેશે. સારો પાર્ટનર પણ મળી શકે છે. લગ્ન પણ નક્કી થઈ શકે છે.
કન્યા
કન્યા રાશિના લોકોને શુક્ર રાશિ પરિવર્તન ઘણો લાભ પંહોચાડી શકે છે. એમને કામમાં સફળતા મળી શકે છે સાથે જ જીવનના સુખ-સમૃધ્ધિમાં ઘણો વધારો થઈ શકે છે. દંપતી વચ્ચે પ્રેમ વધી શકે છે.
તુલા
તુલા રાશિના લોકોને શુક્ર ગોચર ઘણો લાભ આપશે. કરિયરમાં ઘણી પ્રગતિ મળશે અને સાથે જ નવી નોકરી અને પ્રમોશનની પણ સંભાવના બની રહી છે.