દેશની એક કડવી સચ્ચાઈ જે આજ સુધી દબાવી દેવાઈ તેનાથી વાકેફ થાઓ
– મહેશ પુરોહિત
ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નીહોત્રી ને વિચાર આવ્યો કે કાશમીરી પંડિતો પર એક ડોક્યુંમેન્ટ્રી કેમ ન બનાવવી જોઈએ? બસ પછી તેમને જે કશ્મીરી પંડિતોના પરિવારના સભ્યોની હત્યા થઈ હતી તે તમામ પરિવારને મળવાનું ચાલુ કર્યું લગભગ 15-17 દેશો જેમા અમેરિકા, સિગાપોર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કશ્મીરી પંડિતોના પરિવાર ને મળ્યા તે લોકોના ઘરે બે ચાર દિવસ રોકાયા. જ્યારે પરિવાર પરમિશન આપે ત્યારે એ લોકો તેમની વાત રેકોર્ડ કરતા. એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે જે પેઢી ભોગ બની તેની બીજી જ પેઢીને મળ્યા. જેથી આંખો દેખી વાત કરી શકે. 700 થી વધુ પિડીત પરિવારો ને મળ્યા અને અધવચ્ચે આ લોકોને વિચાર આવ્યો કે આના પર તો ફિલ્મ બનવી જોઈએ. ઈ.સ. 1985 થી લઈને 370 કલમ હટી ત્યા સુધીની ટાઈમ લાઈન પર ફિલ્મ બનાવી છે. હમણાં સુધી ઘણા દેશોમાં સ્ક્રીનિંગ કરી છે ગર્વની વાત એ છે કે અમેરિકન સાંસદોએ પણ આ ફિલ્મ નિહાળી છે.
આ ફિલ્મ અમેરિકામાં સ્ક્રીનિંગ થયા બાદ ત્યાના હિદૂઓ એ ફાળો કરીને દુનિયાનું સૌથી મોંઘું જાહેરાત સ્થળ એવું Time squareના બોર્ડ પર પ્રમોશન કર્યું જે બોર્ડ પહેલા Free Kashmirના જ બોર્ડ લાગતા હતા. બસ આવી જ રીતે આપણે પણ એક એક વ્યક્તિને આ ફિલ્મ જોવા લઈ જવાના છે. તમામ મિત્રોને વિનંતી છે કે પરિવાર/મિત્રો સહિત જોવા જાઓ. દેશની એક કડવી સચ્ચાઈ જે આજ સુધી દબાવી દેવાઈ તેનાથી વાકેફ થાઓ.
- Advertisement -
નોટ: તમારો અવાજ ઉઠાવનારનો ટેકો નહી બનો તો એક દિવસ તમારું ગળું કશ્મીરી પંડિતની જેમ કપાઈ જશે.