21 સપ્ટેમ્બરે બપોરે 2 થી 3 પ્રિલિમ્સ પરીક્ષા જ્યારે મેઈન્સ પરીક્ષા નવેમ્બર અથવા ડિસેમ્બરે યોજાશે
અગાઉ બન્ને પરીક્ષા એક સાથે યોજાવાની હતી જે બાબતે વિદ્યાર્થીઓમાં નારાજગી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા હવેથી અલગ અલગ તારીખે યોજાશે. 21 સપ્ટેમ્બરે બપોરે 2થી 3 પ્રિલિમ્સ જ્યારે મેઈન્સની પરીક્ષા નવેમ્બરથી ડિસેમ્બરમાં યોજાશે. પ્રિલિમ્સમાં પાસ થનાર 7 ગણા વિદ્યાર્થીઓને મેઈન્સ માટે લાયક ગણાશે. જુનિયર ક્લાર્કની કુલ 227 જગ્યા માટે અગાઉ પ્રિલિમ્સ અને મેઈન્સ બંને પરીક્ષા એક જ દિવસે 21 સપ્ટેમ્બર-2025એ યોજાવાની હતી. જેને લઈને ભારે વિરોધ થયો હતો.
100 માર્કની પ્રિલિમ્સ અને 200 માર્કની મેઈન સહિત કુલ 300 માર્કની પરીક્ષા વિદ્યાર્થીએ એક જ દિવસમાં આપવાની રહેતી હોવાથી હોબાળો થયો હતો. જ્યારે હવે ફરીથી ફેરફાર કરતા વિદ્યાર્થીઓમાં હાશકારો જોવા મળી રહ્યો છે.



