સ્પીકર ઓમ બિરલા, સાંસદો ફિલ્મને નિહાળશે
જાપાની- ભારતીય એનિમેશન ફિલ્મ ‘રામાયણ: ધી લિજેન્ડ ઓફ પ્રિન્સ રામા’ની સ્પેશિયલ સ્ક્રીનીંગ સંસદમાં કરવામાં આવશે. 15 ફેબ્રુઆરીએ 1993માં બનેલી આ જાપાની-ભારતીય એનિમેશન ફિલ્મના સ્ક્રીનીંગમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સાથે સંસદ સભ્યો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલા ખાસ લોકો આમંત્રીત છે.
- Advertisement -
એનીમેટેડ ફિલ્મના હિન્દી વર્ઝનમાં દુરદર્શનની ‘રામાયણ’ સીરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે રામના પાત્રમાં અવાજ આપ્યો છે, જયારે નમ્રતા સાહનીએ સીતા માટે અને અમરીશપુરીએ રાવણના પાત્ર માટે અવાજ આપ્યો છે. જયારે દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ કોમેન્ટરી આપી છે.
‘રામાયણ: ધી લિજેન્ડ પ્રિન્સ રામા’ ભારતમાં 24માં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ (આઈએફએફઆર)માં દર્શાવાઈ હતી. પણ આ ફિલ્મ સિનેમા હોલમાં નહોતી રિલીઝ થઈ. 2000ના દાયકાની શરુઆતો ટીવી ચેનલો પર તેના પ્રસારણ બાદ તે ભારતીય દર્શકોમાં લોકપ્રિય થઈ હતી. ‘રામાયણ’ ધી લિજેન્ડ ઓમ પ્રિન્સ રામા’ અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ ભાષામાં ડબ થઈને રિલીઝ થઈ હતી. આ જાપાની-ભારતીય ફિલ્મનું નિર્દેશન યુગો સાકો, રામ મોહન અને કોઈચી સાસાકીએ કર્યું છે. ‘બાહુબલી’ના રાઈટર વી.વિજયેન્દ્ર પ્રસાદે ફિલ્મના નવા વર્ઝન માટે ક્રિએટીવ એંગલ પર કામ કર્યું છે.