સોનમ નવનાત ગરબા-2024નું ભવ્ય આયોજન
નવરાત્રીમાં જૈન વિઝન અને વિશ્ર્વ વણિક નવનાત વણિકનું સામાજિક સંગઠનનું સંયુક્ત અને ધમાકેદાર આયોજન
- Advertisement -
150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી અયોધ્યા ચોકડી પાસે સુંદર મજાના વેન્યુ ઉપર રમશે ખેલૈયાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એક વર્ષના વિરામ બાદ સામાજિક સંસ્થા જૈન વિઝન ફરી એક વખત મેદાને આવી છે અને આગામી નવરાત્રી મહોત્સવ ધૂમધડાકા ભેર ઉજવવાની જાહેરાત કરી છે. જૈન વિઝન અને નવનાત વણિક સંગઠન દ્વારા આ વખતે સોનમ નવનાત ગરબા-2024નું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તડામાર તૈયારી શરુ થઇ ગઈ છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સંગઠન ના સી એમ શેઠે સંયુક્ત જણાવ્યા અનુસાર, જૈન વિઝન સાથે વરસોથી રાસે રમતા ખેલૈયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી અને અયોધ્યા ચોકડીની વચ્ચે સુંદર મજાના મેદાનમાં તા. 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી નવરાત્રી ઉજવાશે.
- Advertisement -
આ વખતે ખેલૈયાઓની માંગને ધ્યાનમાં રાખીને ગરબા અને બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત આતા ખાન, મ્યુઝીક એરેન્જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્કર કમ સિંગર ગાર્ગી નિમ્બાર્ક, ગીટારીસ્ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે ધૂમ મચાવશે. આર્ટીસ્ટનું મેનેજમેન્ટ જીલ એન્ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.
આ સોનમ નવનાત ગરબા-2024ના કાર્યાલય અને પાસની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં જૈન વિઝનની ટીમ કામે લાગી ગઈ છે અને અત્યાર સુધી ક્યારેય ન થયા હોય તેવા ગરબા યોજવાની તૈયારી ચાલી રહી છે. ખેલૈયાઓ અને રાજકોટના જૈન પરિવારો જાણે જ છે કે, જૈન વિઝનનું એક માત્ર આયોજન એવું છે કે જ્યાં સંપૂર્ણ પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવાય છે અને બહેનો નિર્ભીક બનીને ગરબે રમે છે. આ નવરાત્રી મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે રમવા દેવામાં આવે છે. જયારે ભાઈઓ પાસેથી ટોકન ફી લેવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો હોય છે અને તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે.
જય વણિક વિશ્વ વણિક સામાજિક સંગઠનના બીજ 2002 અને 2003 થી રોપાયા ગુજરાત ઘરની અંદર આ સંગઠનની શાખાઓ ખોલવામાં આવી હતી. મુખ્ય કચેરી શરૂઆતમાં જુનાગઢ અને પછી રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી. હાલમાં વણિક ભવન ની અંદર વિશ્વ વણિક સામાજિક સંગઠનનું કાર્યાલય કાર્યરત છે. આ સંગઠન દ્વારા અનેક પ્રકારની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ એક પછી એક ચાલી રહી છે વિશ્વ વણિકનું મેરેજ બ્યુરોનું સંકલન પણ ચાલુ છે જે વણિકભવનથી દર રવિવારે સંકલિત કરવામાં આવે છે આ ઉપરાંત વણિકજનોને અનેક પ્રકારની ઉપયોગી કીટનું પણ પણ વિતરણ કરવામાં આવે છે તેમજ વર્ષની અંદર બ્લડ ડોનેશન કેમ મેડિકલ કેમ્પ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
2005માં 1,10,000 વણિક જન્મનું એક મહાસંમેલન રાજકોટમાં યોજવામાં આવેલ હતું અને આ એક ઐતિહાસિક સંમેલનની અંદર લાખોની સંખ્યામાં વણિક જાણવું ઉપસ્થિત રહેલા હતા તે પછી 101 સમૂહ લગ્નનું આયોજન એ પછી 51 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું વ્યાવહારિક પ્રશ્નોનો ઉકેલ આવે એના માટે અવારનવાર સરનામા સાથેની યુવક યુવતીની બુક નું પણ આયોજન કરવામાં આવે છે વેબસાઈટ ઉપર પણ વ્યવહારિક પ્રશ્નો માટે વણિક મેરેજ બ્યુરોનું આયોજન કરવામાં આવેલ છે
આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્ર પણ ખૂબ જ એક આગવી રીતે હાયર એજ્યુકેશન માટે સંકલન કરવામાં આવે છે મેડિકલ ક્ષેત્રની અંદર કેમ્પનું આયોજન કરી અને વિશેષ પ્રકારના દવાઓનું વિતરણ કરવામાં આવે છે ચીકનગુનિયા અને કોરોના સમયે અનેક પ્રકારના કેમ્પનું આયોજન કરી હજારો પરિવારને સહાય પૂરું પાડવાનું કાર્ય પણ હાથ ધરાયુ હતું. આ ઉપરાંત વિવિધ પ્રકારના શિબિરનાં માધ્યમથી આધ્યાત્મિક અને ધાર્મિક જ્ઞાન વિશેષ પ્રકારમાં મળે એવું પણ આયોજન કરવામાં આવે છે.
નવનાત સંગઠન દ્વારા આ વખતે યુવા અને યુવતીઓ માટે નવરાત્રી ઉપર એક અર્વાચીન રાસ ગરબા કહી શકાય એ ટાઈપનું એક આયોજન કરવામાં આવેલું છે અને એમાં બહેનોની એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે આ આયોજનની અંદર જૈન વિઝન ગ્રુપ જોડાયેલું છે.
નવનાતની અંદર જે નાત આવે છે એમાં સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી, સોની સમાજ, સોની વણિક સમાજ, મોઢવણિક, સોરઠીયાવણિક સહિતની અનેક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ જોડાયેલી છે રાજકોટની અંદર જ બે લાખ ઉપરાંત વસ્તી છે અને આવા વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે જેથી એકબીજાથી નજીક આવે અને સારામાં સારી રીતે એકબીજાના પ્રશ્નો સોલ્વ કરી શકે સમાજની અંદર રાજકીય લેવલે પણ એક આગવી પ્રતિમા ઉભે ઊભી થઈ શકે એવા પ્રયત્નો છે .
સમગ્ર નવનાતને આ નવરાત્રી મહોત્સવમાં જોડાવા છબીલદાસભાઈ મહેતા બાબુભાઈ શાહ અરવિંદભાઈ સંઘવી વસંતભાઈ અદાણી સહિતના અનેક મહાનુભવોએ અનુરોધ કર્યો છે. શ્રી દિપચંદભાઈ ગાડી સહિત અનેક મહાનુભવો પણ આ ગ્રુપમાં સેવા આપી છે અને શિલ્પા જ્વેલર્સ, રાધિકા જ્વેલર્સ ,જીતુભાઈ બેનાણી વિગેરે આમાં સલાહકાર તરીકે જોડાયેલા છે એ ઉપરાંત વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ આ સંગઠનમાં જોડાયેલા છે તેની સંખ્યા બહુ મોટા પાયા ઉપર છે. જૈન વિઝન અને નવનાત સંગઠન દ્વારા યોજાઈ રહેલા આ સોનમ ગરબા મહોત્સવને લઈને અત્યારથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.