By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    12 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    1 day ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    9 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    9 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    9 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    9 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    12 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 day ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…
Hemadri Acharya Dave

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

Khaskhabar Editor
Last updated: 2025/11/08 at 5:50 PM
Khaskhabar Editor 3 months ago
Share
10 Min Read
SHARE

આધુનિક સમાજમાં વ્યક્તિઓ પર નિયંત્રણ બળજબરી દ્વારા નહીં, પરંતુ ઉપભોકતાવાદ સામાજિક અપેક્ષાઓના દબાણ દ્વારા થાય છે, જે તેમને અજાણતાં એક ચોક્કસ જીવનશૈલી અને વર્તનનું પાલન કરવા મજબૂર કરે છે

પ્રખ્યાત સમાજશાસ્ત્રી ઝિગમંટ બૌમન (ણુલળીક્ષિં ઇફીળફક્ષ)એ તેમના પુસ્તક કશિીશમ ખજ્ઞમયક્ષિશિું (2000)માં આધુનિક સમાજની પ્રવાહી અને અનિશ્ચિત પ્રકૃતિનું વર્ણન કરતાં જણાવ્યું હતું. આધુનિક સમાજમાં વ્યક્તિઓ પર નિયંત્રણ બળજબરી દ્વારા નહીં, પરંતુ વપરાશવાદ અને સામાજિક અપેક્ષાઓના દબાણ દ્વારા થાય છે, જે તેમને અજાણતાં એક ચોક્કસ જીવનશૈલી અને વર્તનનું પાલન કરવા મજબૂર
કરે છે.
બૌમન કહે છે કે આજનું આધુનિક જીવન દ્રવીય સ્વરૂપ ધારણ કર્યું છે. દ્રવીય સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે જેમાં સ્થિરતા રહેતી નથી અને બધું સતત પરિવર્તનશીલ રહે છે. આજના આધુનિક સમાજમાં મૂલ્યો, સંબંધો અને જીવનપદ્ધતિ પાણીની જેમ વહેતાં બદલાતાં રહે છે, એ અર્થમાં બૌમન દ્રવીય આધુનિકતા કહે છે.અગાઉ સમાજમાં થોડું ઘણું સ્થાયિત્વ હતું, સંબંધો, કામ, માન્યતાઓ અને જીવનની ગતિમાં કોઈક પ્રકારની સ્થિરતા જોવા મળતી હતી. પરંતુ હવે બધું વહેતી નદીની જેમ બન્યું છે. જીવનમાં કશું લાંબા સમય સુધી સ્થિર રહેતું નથી. લોકો સતત બદલાતા પ્રવાહમાં જીવતાં થયા છે. દરેક વ્યક્તિ ઝડપી લાભ, ઝડપી નિર્ણય, ઝડપી સંબંધો અને તરત મળતી સુવિધાઓની કલ્પના સાથે આગળ જવા માંગે છે. પરિણામે સમાજ સતત ગતિશીલ છે, પરંતુ એ ગતિ માનવીને આંતરિક રીતે વધુ ચિંતિત અને અશાંત બનાવે છે.
બૌમનના વિચારોમાં સૌથી મોટો આધાર એ છે કે આધુનિક જીવન માણસને વધુ જોડે તો છે, પણ  આ કનેક્ટિવિટીની અંદર આત્મીયતા ઓછી થતી જાય છે. માણસનું સમાજજીવન હવે ખરીદી-વેચાણની માનસિકતા સાથે ગુંથાઈ ગયું છે જ્યાં સંબંધો અને અનુભવો પણ વાપરીને ફેંકી નાખવાના સ્વભાવ ધરાવે છે. વ્યક્તિ પોતાની ઓળખ પણ બહારના પ્રભાવોથી ઘડાયેલી બની જાય છે. સુરક્ષા અને સ્વતંત્રતા બે અલગ અલગ શક્તિઓ છે અને બંનેને સાથે જાળવવાની પ્રક્રિયામાં માણસ સતત કશુક ગુમાવતો રહે છે. ટેકનોલોજી સુવિધાઓ આપે છે, પરંતુ માનસિક એકલતા અને અંદરથી ખાલીપો વધારવાનો જોખમ પણ સાથે લાવે છે. બૌમન માટે આ આધુનિકતાનો તણાવ અને દ્વંદ્વ જ મુખ્ય કેન્દ્ર છે. આ બધા ઉપરાંત, ઉપર કહ્યું એ મુજબ બૌમનના મતે વપરાશવાદ અને સામાજિક અપેક્ષાઓનું દબાણ દ્વારા વ્યક્તિ પર નિયંત્રણ આવી જાય છે, આ નિયંત્રણને આધુનિક યુગની અદ્રશ્ય ગુલામી કહી શકાય.
આ મુદાને સમર્થન  કરતી હોય એવી વાત ફિલોસોફર હર્બર્ટ માર્ક્યુસ (ઇંયબિયિિં ખફભિીતય)એ તેમના પુસ્તક ઘક્ષય-ઉશળયક્ષતશજ્ઞક્ષફહ ખફક્ષ (1964)માં લખી છે:
આધુનિક ટેક્નોલોજીકલ સમાજમાં, લોકોને એવી રીતે આકાર આપવામાં આવે છે કે તેઓ સ્વેચ્છાએ તે સિસ્ટમનું પાલન કરે છે, જે તેમની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે, છતાં તેઓ પોતાને સ્વતંત્ર માને છે. આજના આધુનિક યુગમાં, જ્યાં ટેક્નોલોજી, સગવડો અને સુખ-સુવિધાઓએ જીવનને અજોડ સરળતા આપી છે, ત્યાં આ જ સુવિધાઓ આપણા મન અને વિચારોને અદૃશ્ય સાંકળોમાં જકડી રહી છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં શરીર ભલે સ્વતંત્ર હોય, પરંતુ મન આદતો, ટેક્નોલોજી અને સામાજિક અપેક્ષાઓના બંધનમાં જકડાયેલું હોય છે. આ ગુલામી દેખીતી નથી, પરંતુ તેની અસર આપણી સ્વતંત્રતા, નિર્ણયશક્તિ અને આત્મનિર્ભરતાને ધીમે ધીમે ખોખલી કરી નાંખે છે. ગૃહિણી છું એટલે પહેલાં ગૃહિણીઓનાં અનુભવની વાત કરું છું કે, ઘરે કામ કરતાં બેન એક દિવસ ન આવે, ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ, કારણ કે નિયમિત કાર્યક્રમ ખોરવાતાં મનમાં તણાવ ઉદ્ભવે છે. આપણામાં શક્તિ છે,
(અનુસંધાન પાના નં.16 ઉપર)
અનુભવ છે, ઘરનું બધું કામ પોતે કરી શકીએ એવી ક્ષમતા હોવા છતાં, તે રોજ આપણા માટે આ કામ કરે છે, એટલે આપણે ધીમે ધીમે તેના પર નિર્ભર થઈ જઈએ છીએ. આપણને કામ કરવાનો વાંધો નથી, પરંતુ કમ્ફર્ટઝોનમાં ખલેલ પડવાની બાબત આપણને પરેશાન કરી મૂકે છે. આ નીરવ નિર્ભરતા એક પ્રકારની આધુનિક ગુલામી છે, જ્યાં શરીર નહીં, પરંતુ વિચારો સુવિધાની આદત સાથે બંધાઈ જાય છે, અને થોડો ફેરફાર થતાં જ અનિચ્છા તથા ઝંઝટ લાગે છે. આ સુવિધા મગજને એવું કન્ડિશનિંગ કરવા લાગે છે કે આ કામ હવે મારું નથી, આ તો બીજાને સોંપેલું છે. આપણે જેટલી સુવિધા સ્વીકારીએ,  ધીમેધીમે તે એક અધિકાર અને વ્યવસ્થા બની જાય છે, જે ઊંડી નિર્ભરતામાં ફેરવાય છે.
આધુનિક ગુલામી એ એક એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ શારીરિક રીતે સ્વતંત્ર હોવા છતાં, તેનું મન અને વિચારો સગવડો, આદતો, ટેક્નોલોજી, સુખ-સુવિધા કે સમાજની અપેક્ષાઓને કારણે બંધાયેલા હોય છે. આ ગુલામી દેખીતી સાંકળો કે શારીરિક બંધનોથી નથી, પરંતુ તે મનની ટેવો, બાહ્ય નિર્ભરતા અને સામાજિક દબાણથી ઉદ્ભવે છે.
આજના સમયમાં સ્માર્ટફોન વગર રહેવું મુશ્કેલ લાગે, ઈન્ટરનેટની અનુપલબ્ધતામાં અધૂરાપણું અનુભવાય, કે ઘરનાં કામો માટે બીજા પર નિર્ભર રહેવું-આ બધું આધુનિક ગુલામીનાં લક્ષણો છે. ઉદાહરણ તરીકે, ઘણા લોકો માટે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સ વિના ચલાવવાનો  વિચાર પણ અશક્ય લાગે છે, કારણ કે તેઓ ઝડપી અને સરળ વિકલ્પોના આદતી થઈ ગયા છે. એવી જ રીતે, ઓટોમેટિક ગેજેટ્સ જેવા કે વોશિંગ મશીન, ડીશવોશર કે રોબોટિક વેક્યૂમ ક્લીનરની નાની ખામી પણ આપણને અસહાય બનાવી દે છે, કારણ કે આપણે આ સાધનો પર આધાર રાખવાની ટેવ પાડી દીધી છે. આપણે આ સુવિધાઓના એટલા આદતી થઈ જઈએ છીએ કે તેના વિના રૂટિન ખોરવાઈ જાય છે, અને અસ્વસ્થતા કે ગભરામણનો અનુભવ થાય છે. આ ગુલામીનો સૌથી મોટો ખતરો એ છે કે તે આપણી સ્વતંત્ર કાર્યક્ષમતા, નિર્ણય શક્તિ અને આત્મનિર્ભરતાને નબળી પાડે છે.
આ સંદર્ભમાં, સોશિયલ મીડિયાનો નિયમિત બેફામ ઉપયોગ આધુનિક ગુલામીનું એક મુખ્ય સ્વરૂપ છે. રોજ રીલ્સ, ન્યૂઝ ક્લિપ્સ, વાયરલ પોસ્ટ કે ટ્રેનિ્ંડગ વીડિયો જોવાની આદત આપણા મનને રેડીમેડ ઓપિનિયન અને મૂડમાં જકડી લે છે, જેનાથી સ્વતંત્ર વિચારવાની જગ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. ઉદાહરણ તરીકે, સોશિયલ મીડિયા પર લાઈક્સ, કોમેન્ટ્સ કે શેરની ઝંખના આપણને એવી રીતે બાંધી રાખે છે કે આપણે અજાણતાં જ બીજાના મંતવ્યો અને અપેક્ષાઓને અનુસરવા લાગીએ છીએ. જો એક દિવસ સોશિયલ મીડિયા ચૂકી જાય, તો મનમાં ખાલીપણું, ચંચળતા કે કંઈક ખૂટે છે એવી લાગણી ઉદ્ભવે છે.
આ ઉપરાંત, ખાસ કરીને મોટા શહેરોમાં, ઓનલાઈન શોપિંગની સગવડે આપણને એટલા નિર્ભર બનાવ્યા છે કે બજારમાં જઈને ખરીદી કરવાનો વિચાર પણ ઝંઝટભર્યો લાગે છે. હકીકતમાં, આ સુવિધાઓ વિના પણ આપણે સંપૂર્ણ રીતે જીવી શકીએ છીએ, પરંતુ મન આદતો અને તૈયાર મંતવ્યોની ટેવમાં એટલું બંધાઈ જાય છે કે કાર્યક્ષમતા કે વિચારવાની કે સમયસર વસ્તુઓ ઘરભેગી કરવાની આયોજન ક્ષમતા ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગે છે. બીજું, દેખીતી રીતે કિફાયતી લાગતી આ સગવડો, મિમીમમ ઓર્ડરની આડમાં આપણને બહુ મોંઘી પડે છે, ન જોઈતી વસ્તુઓ મંગાવીને નાણાંનો વેડફાટ છે. કોઈ એક વસ્તુની જરૂર છે જેની કિંમત પચાસ રૂપિયા છે પણ મિનિમમ 200/300 રૂપિયાના ઓર્ડર પર જ ફ્રી ડિલિવરી હોય છે એટલે ગ્રાહક દરવખતે એવું જ વિચારશે કે જો ઓછો ઓર્ડર હોય તો 50-60 રૂપિયા ડિલિવરીના  ચૂકવવા કરતા બીજી વસ્તુઓ ઉમેરી દઈએ, જે પછીથી કામ આવે. હકીકતમાં આ રીતે ખરીદાયેલી વસ્તુમાંથી ઘણી વસ્તુ બિનઉપયોગી સાબિત થતી હોય અને તેનો ભાર ખિસ્સા પર આવે એ વળી બીજી તકલીફ છે.
વધુમાં, આધુનિક ગુલામીનું બીજું એક મહત્ત્વનું પાસું એ છે કે ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે. હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા. પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી, અને બે-ચાર નંબર સિવાય કોઈ ફોન નંબર યાદ રહેતો નથી. આપણું મગજ જાણે આવી કામગીરી કરવાનું જ છોડી દેતું હોય. કેલ્ક્યુલેટર, સ્માર્ટફોન કે ડિજિટલ કોન્ટેક્ટ લિસ્ટ પરની નિર્ભરતાએ આપણી સ્વાભાવિક યાદશક્તિ અને ગણનાની ક્ષમતાને નબળી પાડી છે. આ ઉપરાંત, નેવિગેશન એપ્સ વિના રસ્તો શોધવો મુશ્કેલ લાગે છે, કારણ કે આપણે નકશા વાંચવાની કે દિશાઓ યાદ રાખવાની ક્ષમતા ગુમાવી દીધી છે. એ જ રીતે, હાથે લખવાને બદલે ટાઈપિંગ પર આધાર રાખવાથી આપણી હેન્ડરાઈટિંગ અને લેખનની ઝડપ ઘટી ગઈ છે. નાની-નાની બાબતો માટે ઈન્ટરનેટનો ઉપયોગ, જેમ કે રેસિપી શોધવી, શબ્દનો અર્થ જાણવો કે સામાન્ય જ્ઞાનની માહિતી મેળવવી, આપણી યાદશક્તિ અને સ્વતંત્ર વિચારની ક્ષમતાને નબળી પાડે છે.
આ ઉપરાંત, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની આદતે આપણને એટલા નિર્ભર બનાવ્યા છે કે એકલા બેસીને પોતાના વિચારો સાથે સમય વિતાવવો કે પુસ્તક વાંચવું પણ મુશ્કેલ લાગે છે. આ બધી નિર્ભરતાઓ આપણા મનને એવી રીતે જકડી લે છે કે આ સાધનો વિના આપણે અસહાય અનુભવીએ છીએ.
ટૂંકમાં, પહેલાના સમયમાં દારૂ વિશે એક સ્લોગન બોલાતું હતું: દારૂડિયો શું દારૂ પીવાનો! દારૂ જ દારૂડિયાને પી જશે… બિલકુલ એવા જ અર્થમાં આજે એમ કહી શકાય કે, આપણે શું સુવિધાઓના સ્વામી બનવાના? સુવિધાઓ જ સ્વામીની બનીને આપણને પોતાના ગુલામ બનાવી દેશે!

You Might Also Like

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

મહારાષ્ટ્રની 2026 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓ: પરિણામો અને શહેરી રાજકારણમાં ઐતિહાસિક વળાંક

TAGGED: The invisible slavery
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજુલાના ભચાદર ગામે ખેતીવાડીમાં વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો
Next Article માધાપર ચોકડીના સર્વિસ રોડ પર ભૂગર્ભ કૂંડીઓ રોડ લેવલથી ઉંચી, અકસ્માતને આમંત્રણ !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?