B2C ઇ-કોમર્સ બિઝનેસ 5-6 ગણો વધીને 380 આંબી જશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વર્ષ 2030 સુધીમાં ઇ-કોમર્સ સેગમેન્ટમાં તેજીને કારણે દેશની ઇન્ટરનેટ ઇકોનોમી 6 ગણી વધીને 1 ટ્રિલિયનને આંબી જશે. ગૂગલ, ટીમસેક અને બેઇન એન્ડ કંપનીના રિપોર્ટ અનુસાર દેશની ઇન્ટરનેટ ઇકોનોમી વર્ષ 2022માં 155-177 અબજની વચ્ચે હતી. રિપોર્ટ અનુસાર ઇ2ઈ ઇ-કોમર્સ સેગમેન્ટમાં તેજીના આધાર પર ગ્રોથ જોવા મળશે. ત્યારબાદ યાદીમાં બીટુબી ઇ-કોમર્સ, સોફ્ટવેર અને ઑનલાઇન મીડિયા સામેલ છે.
- Advertisement -
ગૂગલ ઇન્ડિયાના મેનેજર અને વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ જણાવ્યું કે દેશની ઇન્ટરનેટ ઇકોનોમી 6 ગણી વૃદ્ધિ નોંધાવીને વર્ષ 2030 સુધીમાં 1 ટ્રિલિયનને આંબી જશે. ભવિષ્યમાં મોટા ભાગની ખરીદી ઑનલાઇન માધ્યમથી થશે. ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સને કારણે ડિજીટલ ક્ષેત્રે ક્રાંતિ જોવા મળી છે ત્યારે નાના અને મધ્યમ ઉદ્યોગો પણ કોરોના મહામારી બાદ વધુ સ્પર્ધાત્મક બનવા માટે ડિજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, ઇ2ઈ ઇ-કોમર્સ બિઝનેસ વર્ષ 2030 સુધીમાં 5-6 ગણો વધીને 350-380 પર પહોંચશે.
રિપોર્ટ અનુસાર બી ટુ બી ઇ કોમર્સ બિઝનેસ પણ વર્ષ 2022ના 8-9 અબજથી વધીને વર્ષ 2023 સુધીમાં 13-14 ગણો વધીને 105-120 અબજ પર પહોંચશે. સર્વિસ સેગમેન્ટ તરીકે સોફ્ટવેર સેક્ટર પણ વર્ષ 2030 સુધીમાં 5-6 ગણી વૃદ્ધિ સાથે 65-75 અબજ પર પહોંચશે જે વર્ષ 2022 સુધીમાં 12-13 અબજ રહ્યું હતું. ટીમસેકના મેનેજિંગ ડાયરેક્ટર અને વિશેષ શ્રીવાસ્તવે કહ્યું કે વૈશ્વિક જીડીપીના ગ્રોથ માટે ભારત હવે નવી આશા છે.