અનેક વખત વિવાદમાં સપડાયેલાં સરદારજીએ વધુ એક વખત લખણ ઝળકાવ્યા
ડે.મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા હૉસ્પિટલમાં દાખલ થયા, હવે કહે છે, ‘ઝઘડો થયો જ નથી!’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર નજીક ‘સન્ની પાજી દા ઢાબા’ ખાતે ગત મોડી રાત્રે માથાકૂટમાં સન્ની પાજી અને મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમજ તેમના ભાઈ રવિરાજસિંહ સહિત ત્રણ લોકો ઘવાયાના સમાચાર વાયરલ થયા છે. બનાવની વિગત અનુસાર અનેક વખત વિવાદમાં સપડાયેલાં સન્ની પાજીએ વધુ એક વખત લખણ ઝળકાવ્યા છે. ગત મોડી રાત્રે સન્ની પાાજીએ ડેપ્યુરી મેયર અને તેમના ભાઈ પર હુમલો કર્યાની પણ વાતો વહેતી થઈ છે, જોકે પોલીસમાં આ મામલે ગુનો દાખલ થયો નથી પણ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં સન્ની પાજી તરફથી જ માથાફુટનો ફોન આવ્યો હોઈ પોલીસે તપાસ કરી હતી. સન્ની પાજીને પણ નિવેદન માટે બોલાવાવાનું આધારભૂત સૂત્રોએ કહ્યું હતું. જોકે તેમના તરફથી પણ કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી.
જાણવા મળ્યા મુજબ ડેપ્યુટી મેયર ટીકુભાના ભાઈ રવિરાજસિહના કહેવા મુજબ આ પ્રકારની કોઈ ઘટના બની નથી અમે કોઈ હરિયાદ નોંધાવી નથી, આ બાબતે અમે ઓફિશીયલ રદિયો આપીએ છીએ. આ અંગે શંકા ઉપજાવનાર બાબત એ છે કે, જો ઝઘડો થયો નથી તો ટીકુભા શેની સારવાર લેવા અમદાવાદ થયા છે? અને સન્ની પાજીને શા કારણે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો છે? મળતી માહિતી મુજબ સન્ની પાજીએ કરેલા હુમલામાં ટીકુભાના હાથમાં ઈજા પહોંચી છે. સારવાર માટે બંને ભાઈઓને અમદાવાદ ઝાયડસ લઈ ગયાના અને આંગળી ઉપર સામાન્ય શસ્ત્રક્રિયા કર્યાના અહેવાલો પણ સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે.
- Advertisement -
સન્ની પાજી ઉર્ફ અમનવીરસિંઘે જણાવેલું કે તા. 17/11ના રાતે અગિયારેક વાગ્યે હું મારી સન્ની પાજીદા ઢાબા નામની હોટેલ ખાતે હતો, હોટલ ચાલુ હતી ત્યારે ત્રણ વ્યક્તિ જમવા આવ્યા હતાં. તેનું બીલ અમારી હોટેલમાં લીધુ હોઈ વિજયભાઈ ગઢવીનો ફોન આવેલો અને મને કોલું કે આ ત્રણ વ્યક્તિનું બીલ જ લેવાનું નથી. બાદ મેં તેને કહેલું કે ત્રણેય લોકો બીલ દઈને જતા રહ્યા છે. આ દરમિયાન મને નરેન્દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજાનો ફોન આવેલો અને મને ફોનમાં કહેલું કે હું તારી હોટલે આવું છું, હોટેલ બંધ કરાવી દેવી છે તેવી વાત કરી હતી. બાદમાં થોડીવાર પછી નરેન્દ્રસિંહ ઉર્ફ ટીકુભા જાડેજા, રવિરાજસિંહ, હરદિપસિંહ જાડેજા, વિશ્ર્વરાજસિંહ ઉર્ફે કાનો, વિજયભાઈ ગઢવી અને અજાણ્યા માણસો મારી હોટલ પર આવેલા અને અમારે સામસામે ઝપાઝપી થઇ હતી. તેઓ બોલાચાલી કરવા લાગેલા અને ઢીકાપાટુ મારવા લાગેલા, મારી હોટલમાં તોડફોડ પણ કરી હોઈ અને કોઈએ 100 નંબર ઉપર ફોન કરતાં પોલીસની ગાડી આવેલી હતી.
અંતિમ જાણકારી અનુસાર વધુ વિવાદ ન થાય તે માટે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા સન્ની પાજી દા ઢાબા ખાતે ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ઘીના ઠામમાં ઘી પાડી દેવાનો મધ્યસ્થી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ તો આ મામલે કોઇ ફરિયાદ નોંધાઈ નથી.
શું ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા આબરૂ બચાવવા ખોટું બોલી રહ્યાં છે?
‘સન્ની પાજી દા ઢાબા’ પર મારામારી થઈ છે એ વાતમાં બેમત નથી. મારામારીમાં ઈજા થતાં જ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા પોતાનાં ભાઈ સહિત અમદાવાદ હૉસ્પિટલમાં સારવાર લેવા ગયા છે. તેમ છતાં તેઓ કશું બન્યાનો ઈન્કાર કરી રહ્યાં છે. શું તેઓ પોતાની શાખ બચાવવા પ્રયત્ન કરી રહ્યાં છે? સન્ની પાજીએ પોતાનાં નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ડખ્ખો થયો હતો. ડેપ્યુટી મેયર ટીકુભા શા માટે નિવેદન આપીને ઘટનાનો ઈન્કાર કરી રહ્યાં છે- તે સમજ બહારનો વિષય છે.
ઝઘડો થયો નથી તો સન્ની પાજીને પોલીસ સ્ટેશનમાં શા માટે બેસાડી રખાયો છે? ટીકુભા શેની સારવાર લેવા અમદાવાદ ગયા છે?
પોલીસ સ્વયં જ ફરિયાદી કેમ બનતી નથી? શું રાજકારણીઓની લાજ કાઢે છે?
હાલ સન્ની પાજી અને નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. બેઉએ ઘરમેળે સમાધાન કરી લીધું છે. સામાન્ય સંજોગોમાં આવા ગંભીર કિસ્સામાં- જેમાં હથિયારોનો ઉપયોગ થયો હોય- તેમાં પોલીસ જાતે જ ફરિયાદી બનતી હોય છે. સવાલ એ છે કે, આ ઘટનામાં હથિયારોનો ઉપયોગ થયો હોવા છતાં પોલીસ જાતે જ કેમ ફરિયાદી બનતી નથી? આ ઘટનાનાં સીસીટીવી કબ્જે કરીને તત્કાળ ફરિયાદ નોંધાવી જોઈએ તેવી લોકલાગણી છે. હાલ ઘરમેળે સમાધાન થયું અને કાલે જો આ ડખ્ખો મોટું સ્વરૂપ લેશે કે મોટી મારામારી થશે તો તેની જવાબદારી કોની રહેશે?
શું નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા મફતમાં જમાડવા માટે ફોર્સ કરી રહ્યાં હતાં?
સન્ની પાજીનાં નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાએ પોતાનાં મિત્રોને મફત જમાડવા સન્ની પાજીને કહ્યું હતું. પરંતુ સન્ની પાજીએ બિલ લઈ લીધું હતું. બિલ લઈ લીધાની જાણ થતાં નરેન્દ્રસિંહે ફોન પર ધમકી આપીને સન્ની પાજીને ધમકી આપી હતી અને ત્યાં પહોંચી ગયા હતાં અને ધમાલ કરી હતી. સવાલ એ છે કે, શું આવું મફતીયું ખાવાની અને ખવડાવવાની નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભાને આદત છે?
સન્ની પાજીનું ફૂડ અગાઉ નબળી ગુણવત્તાનું સાબિત થયું છે
‘સન્ની પાજી દા ઢાબા’નું ફૂડ અનેક વખત નબળી ગુણવત્તાનું જાહેર થયું છે. અગાઉ આ રેસ્ટોરાંમાં કેન્સરકારક રંગનો જથ્થો મળી આવ્યો હતો- જે તેઓ વિવિધ ડિશમાં નાંખતા હતાં. આ મામલો અખબારોમાં ખૂબ ચગ્યો હતો અને સન્ની પાજીની અનેક ફ્રેન્ચાઈઝી બંધ થઈ ગઈ હતી.