મફતમાં પાણીપુરી ખાઈ પરપ્રાંતીય યુવકને છરી ઝીંકી, રેંકડીમાં તોડફોડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટમાં મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે શનિવારે રાત્રે મફતમાં પાણીપુરી માંગી ભગવતીપરાના કુખ્યાત શખસએ ફરી લખણ જળકાવ્યા હતા પરપ્રાંતીય યુવકને છરીના ઘા ઝીકિ દેતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ શહેરના ભગવતીપરામાં રહીને પાણીપૂરીનો વેપાર કરતા મૂળચંદસિંહ અંગતસિંહ કુશવાહે સાજન પરમાર અને દીપક ઉર્ફે કુચા નામના શખ્સ સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે જૂના મોરબી રોડ પર પાણીપૂરીની રેંકડી ઊભી રાખી વેપાર કરે છે શનિવારે સાંજે રેંકડી પર હતો ત્યારે બે શખ્સ પાણીપૂરી ખાવા આવ્યા હતા પાણીપૂરી ખાઇ લીધા બાદ પૈસા માગતાં બંનેએ પૈસા નથી તેવું કહ્યું હતું. જેથી પોતે કંઇ નહિ પછી આપી દેજોનું કહેતા બંને જતા રહ્યા હતા ત્યાર બાદ રાત્રીના રેંકડી લઇને ઘરે જતો હતો ત્યારે ફરી બંને શખ્સએ આવી પાણીપૂરી ખવડાવવાની વાત કરી હતી.
જેથી તમે સાંજે જ ઉધારમાં પાણીપૂરી ખાઇને ગયા છો, વધુ તમને પાણીપૂરી ખવડાવી નહિ શકું, મારે પણ ઘર ચલાવવાનું હોય તેમ કહેતા બંને ઉશ્ર્કેરાય જઇ પોતાને માર મારી રેંકડીમાં તોડફોડ કરી હતી હાજર એક સિક્યુરિટી ગાર્ડએ બંનેને નામથી બોલાવી આવું ન કરવા કહ્યું છતાં બંનેએ માર માર્યો હતો બાદમાં સાજન પરમારે છરીથી હુમલો કરી બેઠકના ભાગે ઘા ઝીંકી દીધો હતો ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.